Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામવાળી સીમમાં ગેરકાયદે કોલસાનું ખનન ઝડપાયું, 3ની અટક‎:21 કૂવામાંથી કોલસો કાઢતી 20 ચરખી, 2 ટ્રેક્ટર, 100 ટન કાર્બોસેલ કોલસો જપ્ત

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહેલી ખાણ-ખનિજની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર રોક લગાવવાના પ્રયાસરૂપે થાનગઢ પોલીસે જામવાળી ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદે કાર્બોસેલ કોલસાના ખનન પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ખનન કરતા 3 શખ્સોને રંગેહાથ ઝડપી પાડીને કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. થાનગઢ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જામવાળી ગામની સીમમાં ગેરકાયદેસર કોલસાનું ઉત્ખનન થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસે સ્થળ પર રેડ કરી હતી. રેડ દરમિયાન ગેરકાયદે કાર્બોસેલ કોલસાનું ખનન કરતા રઘુભાઈ રણછોડભાઈ મીર ઉં. 22, રહે. ખાબરાણી, ધીરુભાઈ ગોવિંદભાઈ વાઘેલા ઉં. 38, રહે. આણંદપર અને યુવરાજભાઈ હઠીભાઈ વાઘેલા ઉં. 19, રહે. આણંદપરને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી 10 લાખની કિંમતના 2 ટ્રેક્ટર, 2.50 લાખની 20 ચરખીઓ અને 2.50 લાખની કિંમતનો 100 ટન કાર્બોસેલ કોલસો કબજે કર્યો હતો. આ ઉપરાંત કુલ 21 જેટલા ગેરકાયદે કુવાઓ પરથી ખનન ચાલતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગ સુરેન્દ્રનગરને જાણ કરી છે. આ કાર્યવાહીમાં પીઆઈ વી.યુ. ગઢરીયા, હેડ કોન્સ્ટેબલ જૈનમ ગોસ્વામી, જે.પી. કલોતરા, તેમજ કોન્સ. નરેશભાઈ ભોજીયા, વિપુલભાઈ ચોસલા અને હરપાલસિંહ પરમાર સહિતના સ્ટાફ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    યુવાનોને ગેરમાર્ગે દોરવાના ષડયંત્ર સામે ABVP સુરેન્દ્રનગર દ્વાર વિરોધ‎:જીતે ત્યારે બધું બરાબર અને હારે ત્યારે વોટ ચોરીની બૂમો: યુવાધનનો સૂર
    Next Article
    સુરેન્દ્રનગર મનપાના કમિશનર અને મેયર સામે રહેવાસીઓનો આક્રોશ‎:રૂ. 40 કરોડની આવાસ યોજનાના ચાર માળિયામાં ઊભરાતી ગટરો, કચરાના ઢગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment