Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ઈન્ડસ્ટ્રી 4.0 રોડશો કાર્યક્રમ:ચેમ્બર ઓફ કોમર્સ અને નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલનું આયોજન

    2 weeks ago

    જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા આગામી 3 જૂન, 2025 ના રોજ "ઈન્ડસ્ટ્રી 4.0 રોડશો" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બુધવારે સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન યોજાશે. જામનગરના રસ ધરાવતા તમામ ઉદ્યોગકારોને આ સેમિનારમાં ભાગ લેવા અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમ ભારત સરકારના MSME મંત્રાલય હેઠળ શરૂ કરાયેલ RAMP યોજનાનો એક ભાગ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના MSME ઉદ્યોગોને ઈન્ડસ્ટ્રી 4.0 તરફ આગળ વધારવાનો છે. આ યોજના ગુજરાત સરકારના MSME કમિશનર દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ MSME ઉદ્યોગોને સ્માર્ટ, ડિજિટલ અને ડેટા આધારિત મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે. આનાથી ઉદ્યોગો વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બની શકશે અને આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી શકશે. આ યોજનાથી MSME ને અનેક મુખ્ય લાભો મળશે, જેમાં રિયલ-ટાઇમ મોનિટરિંગ અને ઝડપી નિર્ણય લેવામાં મદદ, ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તામાં વધારો, મશીન ડાઉનટાઇમ અને ખામીઓમાં ઘટાડો જેવા ફાયદાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઊર્જા અને સંસાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ, બજારના બદલાવ મુજબ ઝડપી પ્રતિસાદ, વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો તથા સ્ટાર્ટઅપ ઇનોવેશન અને નવી ટેકનોલોજીનો લાભ પણ આ યોજના દ્વારા પ્રાપ્ત થશે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત:ગાંધીનગર પોલીસના હેડ કોન્સ્ટેબલનું ફરજ દરમિયાન નિધન, 10 જૂને જન્મદિવસ હતો; પોલીસ બેડામાં શોક
    Next Article
    વડોદરામાં CNG અને PNGના ભાવમાં વધારો:ગેસની ખરીદી કિંમતમાં વધારો અને ફાળવણીમાં ઘટાડાને કારણે વડોદરા ગેસ લિમિટેડે CNG અને PNGના દરોમાં 2-2 રૂપિયાનો વધારો કર્યો, જાણો નવો ભાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment