Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર, બોટાદ સહિતના જિલ્લામાં ગુનાખોરી‎:કુખ્યાત દેવેન્દ્ર ઉર્ફે ડૅન્ડુ સોશિયલ મીડિયા પર એક્ટિવ થતા એક્શનમાં આવેલી પોલીસે લોકેશનના આધારે પકડી લીધો

    1 day ago

    સાયલા તાલુકાના સુદામડા ગામનો કુખ્યાત અને રીઢો ગુનેગાર દેવેન્દ્ર ભરતભાઈ બોરીચા ઉર્ફે ડૅન્ડુ ઇન્સ્ટાગ્રામ પર પોતાના આઈડી પરથી અવારનવાર લાઇવ થઈને દારૂ પીતો, ગેરકાયદે હથિયારો સાથે ફોટો-વીડિયો બનાવી વાયરલ કરતો હતો. એટલું જ નહીં, લાઇવ દરમિયાન પોલીસ તંત્રને ખૂલ્લેઆમ અપશબ્દો કહીને આઈડી પરથી જ પડકાર ફેંકતો હતો. સોશિયલ મીડિયા પર આ પ્રકારનું વીડિયો રેકોર્ડિંગ પોલીસના ધ્યાને આવતાં જ ટેકનિકલ ટીમને કામે લગાડવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સચોટ બાતમીના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. આરોપીએ સુરેન્દ્રનગર અને બોટાદ સહિતના જિલ્લાઓમાં આતંક મચાવ્યો હતો. છેલ્લા 1૦ મહિનાથી અસંખ્ય ગુના આચરીને ફરાર રહેલા આ રીઢા આરોપીને રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમે ગોસળ ગામના હનુમાન મંદિર પાસેથી ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવાઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ઉલટી થવાનું નાટક કરીને તેણે વાહન રોકાવ્યું હતું. નીચે ઉતરતાની સાથે જ તેણે પી.એસ.આઈ. મિથાત્રાની પિસ્તોલ છીનવીને પોલીસ કાફલા પર ફાયરિંગ કર્યું હતું, જેના વળતા પ્રહારમાં અન્ય પી.એસ.આઈ. પૃથ્વીરાજસિંહ એન. મોરીએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં દેવેન્દ્રના બંને પગમાં ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત આરોપીને સાયલા અને સુરેન્દ્રનગર બાદ શનિવારે વહેલી સવારે વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યાં તેના બંને પગની સર્જરી કરવામાં આવી છે. વારંવાર મોબાઈલ-સીમકાર્ડ બદલી નાખતો : દેવેન્દ્ર બોરીચા ઉર્ફે દેવુ નામચીન ગુનેગારોના સંપર્કમાં આવીને શાતિર બની ગયો હતો. પોલીસ સાથે સંતાકૂકડી રમતા પકડાઈ ન જવાય તે માટે તે દર 15 દિવસે મોબાઈલ અથવા સીમકાર્ડ બદલી નાખતો હતો અને પોતે બધા ગુનેગારોનો બોસ હોય તેવો રોફ સોશિયલ મીડિયામાં જમાવતો હતો. લોરેન્સ બિસ્નોઇ ગેંગ સાથે સંપર્કમાં હોવાની ચર્ચા લીંબડી જેલમાં તે વિજય રામપરડા અને અન્ય ગુનેગારોના સંપર્કમાં આવ્યા બાદ કુખ્યાત લોરેન્સ બિસ્નોઈ ગેંગ સાથે પણ સંપર્કમાં હોવાનું ચર્ચા છે. તારીખ 4/2/2025 ના રોજ પાસામાં ધરપકડ કરીને અમદાવાદ જેલ હવાલે કરાયેલ હતો ત્યાંથી છૂટ્યા બાદ ફરી ગુનાખોરી શરૂ કરીને દસ મહિનાથી પોલીસ સાથે સંતાકૂકડી રમતો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં છુપાવેશે દિવસો સુધી વોચ રાખીને શુક્રવારે પોલીસે તેને ગોસળ ગામે હનુમાન મંદિર પાસેથી ઝડપી લીધો હતો. યુવાનીમાં ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો દેવેન્દ્ર ઉગતી યુવાનીમાં જ ગુનાખોરીના રવાડે ચડ્યો હતો. લીંબડી સબ જેલમાંથી ફેબ્રુઆરી 2022માં પેરોલ જમ્પ થયા બાદ 3 મે 2022એ અમદાવાદ ગીતામંદિર રોડ ઉપરથી એટીએસની ટીમે તેને અને ચાંપરાજ ખાચર નામના શખ્સને ચાર ગેરકાયદે હથિયાર સાથે ઝડપ્યા હતા. એટીએસે સૌરાષ્ટ્રમાંથી 98 દેશી તમંચા, કારતૂસ સાથે 45 આરોપીઓને પકડ્યા હતા. એટીએસના માનવા મુજબ ડૅન્ડુ અને ખાચરે મધ્યપ્રદેશમાંથી 100 ગેરકાયદે હથિયાર લાવીને સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ જિલ્લામાં લોકોને વેચ્યા હતા. રૂ. 15થી 20 હજારમાં ખરીદેલું હથિયાર 40,000થી 1,00,000 માં વેચતા હોવાનું પણ જાણવા મળે છે. ગુજસીટોક, મિલકત જપ્તીની કાર્યવાહી થઈ શકે દેવેન્દ્ર બોરિચા સામે અનેક પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ, ખંડણી, રાયોટિંગ, ગેરકાયદે હથિયારોની હેરાફેરી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એકવાર ‘પાસા’માં પણ તેની અટકાયત થયેલ છે. રીઢો ગુનેગાર હોવાથી પોલીસ દ્વારા તેની સામે ગુજસીટોકની કલમ અંતર્ગત અને મિલકત જપ્તીની કાર્યવાહી થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર મનપાના કમિશનર અને મેયર સામે રહેવાસીઓનો આક્રોશ‎:રૂ. 40 કરોડની આવાસ યોજનાના ચાર માળિયામાં ઊભરાતી ગટરો, કચરાના ઢગ
    Next Article
    PM આવાસના નામે કૌભાંડ:2 ફરિયાદ બાદ ભાજપના નેતાના પુત્ર સહિત ટોળકી સકંજામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment