Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં સવા કરોડથી વધુના ધાર્મિક દબાણો દૂર કરાયા:વહીવટી તંત્ર દ્વારા બીજા દિવસે પણ ડિમોલિશન કામગીરી ચાલુ

    11 hours ago

    દેવભૂમિ દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી બીજા દિવસે પણ ચાલુ રહી હતી. પ્રાંત અધિકારી અને ડીવાયએસપીની અધ્યક્ષતા હેઠળ દરિયાકાંઠે આવેલા સરકારી જમીન પરના ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી અંતર્ગત વરવાળા ગામના દરિયાકાંઠે આવેલા સરકારી સર્વે નંબર 51માં એક ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યું હતું. આ દબાણની અંદાજિત કિંમત રૂપિયા 1,06,50,000 આંકવામાં આવી હતી. વધુ કાર્યવાહી કરતા પોશીત્રા ગામે સરકારી સર્વે નંબર 567 અને 51માં આવેલા ધાર્મિક દબાણો પણ દૂર કરાયા હતા. આ તમામ દબાણોની કુલ અંદાજિત કિંમત રૂપિયા 1,24,75,000 જેટલી થાય છે. સમગ્ર ડિમોલિશન કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આ પ્રક્રિયા સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર કલેક્ટરે જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી:'સેવા દિન' નિમિત્તે 'વન ડે ગવર્નન્સ' હેઠળ અરજીઓનો નિકાલ
    Next Article
    સુરેન્દ્રનગર GIDCમાં ઔદ્યોગિક સલામતી તાલીમ યોજાઈ:ફાયર વિભાગે આગ બુઝાવવા પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment