Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર કલેક્ટરે જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી:'સેવા દિન' નિમિત્તે 'વન ડે ગવર્નન્સ' હેઠળ અરજીઓનો નિકાલ

    12 hours ago

    ગુજરાત સ્થાપના દિવસને 'સેવા દિન' તરીકે ઉજવવાના રાજ્ય સરકારના અભિગમના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને નાગરિકોને મળતી સેવાઓની સમીક્ષા કરી હતી. કલેક્ટરે અરજદારો સાથે સીધો સંવાદ કરીને તેમની રજૂઆતો સાંભળી હતી અને અરજીઓના સ્થળ પર જ નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપી હતી. મુલાકાત દરમિયાન, કલેક્ટરે જણાવ્યું હતું કે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. નાગરિકોની સુવિધા માટે આજે સવારે 9 થી 12 વાગ્યા સુધી તમામ જનસેવા કેન્દ્રો અને તાલુકા કચેરીઓ ખાતે ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં લોક પ્રશ્નોના નિરાકરણનું આયોજન કરાયું છે. આ અભિયાન અંતર્ગત કલેક્ટર પોતે, પેટા વિભાગીય કચેરીઓમાં પ્રાંત અધિકારીઓ અને તાલુકા કચેરીઓમાં મામલતદારશ્રીઓ રૂબરૂ હાજર રહી અરજદારોની અરજીઓનો તાત્કાલિક નિકાલ કરી રહ્યા છે. કલેક્ટરે 'વન ડે ગવર્નન્સ' પર ભાર મૂકતા સૂચના આપી હતી કે સેવા દિન નિમિત્તે આવતી તમામ નવી અને પડતર અરજીઓનો તે જ દિવસે નિકાલ કરવામાં આવે. ખાસ કરીને એટીવીટી (ATVT) હેઠળના દાખલાઓ અને પ્રમાણપત્રોની કામગીરીમાં ઝડપ લાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત, ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને જનસેવા કેન્દ્રો પર આવતા નાગરિકો માટે પીવાનું ઠંડું પાણી અને છાંયડા જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રને આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની 'સુગમ ડિજિટલ સેવા' અંગે માહિતી આપતા કલેક્ટરે ઉમેર્યું હતું કે, આ ડિજિટલ સેવાનો વ્યાપ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જેથી નાગરિકો ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન દ્વારા વિવિધ સરકારી સેવાઓ મેળવી શકે. આ માટે દરેક જનસેવા કેન્દ્રો પર વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાપના દિવસને સાચા અર્થમાં 'સેવા દિવસ' તરીકે ઉજવી પ્રજાભિમુખ શાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં નર્સિંગની 3 વિદ્યાર્થિની પર પંખો પડતા ઇજાગ્રસ્ત:મુરલીધર કોલેજની જર્જરિત બિલ્ડિંગમાં લાયબ્રેરીમાં બેસેલી છાત્રાઓ પર પંખો પડતા માથામાં ટાંકા આવ્યા, હોસ્પિટલમાં સારવાર અપાઈ
    Next Article
    દ્વારકામાં સવા કરોડથી વધુના ધાર્મિક દબાણો દૂર કરાયા:વહીવટી તંત્ર દ્વારા બીજા દિવસે પણ ડિમોલિશન કામગીરી ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment