Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુર્ગાપુરમાં સરકારી જમીન પરથી બેન્ટોનાઇટનો ગેરકાયદે જથ્થો ઝડપાયો:GIDC પાછળની જમીન પરથી 6 ડમ્પર પણ જપ્ત કરાયા

    2 days ago

    પશ્ચિમ કચ્છમાં સરકારી જમીન પર ખનીજનો અનધિકૃત સંગ્રહ કરી ખનીજચોરીને અંજામ આપવાના પ્રયાસ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. માંડવી તાલુકાના દુર્ગાપુર જીઆઈડીસી પાછળ આવેલી સરકારી જમીનમાંથી બેન્ટોનાઇટ ખનીજનો જથ્થો મળી આવતા એલસીબીની ટીમે સ્થળ પર તપાસ કરી છ ડમ્પરો કબજે કર્યા હતા. સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર ખનીજચોરી અને ખનીજના અનધિકૃત સંગ્રહને અટકાવવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના બાદ એલસીબીની ટીમ દ્વારા માંડવી તાલુકામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન દુર્ગાપુર જીઆઈડીસી પાછળની સરકારી જમીનમાં બેન્ટોનાઇટનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહવામાં આવ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે એલસીબીની ટીમે દુર્ગાપુર સર્વે નંબર 166 પૈકીની સરકારી જમીન પર તપાસ હાથ ધરતા ત્યાં બેન્ટોનાઇટનો જથ્થો અને તેને સ્થળ પર ખાલી કરવા આવેલા ડમ્પરો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પર હાજર અંકિત કિશોરભાઈ કષ્ટા, રહે. જબ્લેશ્વર કોલોની, માંડવીની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોતે માંડવીના પીયુશભાઈ પ્રમોદભાઈ ભાનુશાલીની માઇન કેમ્પના પ્રતિનિધિ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, લખપત વિસ્તારમાંથી રોયલ્ટી મુજબ લાવવામાં આવેલ બેન્ટોનાઇટ નિયત સ્થળે ખાલી કરવાને બદલે દુર્ગાપુરની સરકારી જમીન પર ઉતારી તેનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ખનીજનો જથ્થો અન્યત્ર પ્રોસેસિંગ માટે રાખવામાં આવ્યો હોવાની હકીકત સામે આવતા પોલીસે સ્થળ પરની કાર્યવાહી કરી છ ડમ્પરો કબજે કર્યા હતા. કબજે કરાયેલા વાહનોમાં GJ-12-CT-9456, GJ-12-BZ-5615, GJ-12-BX-9465, GJ-12-BY-8282, GJ-12-BY-5611 અને GJ-12-CD-9682નો સમાવેશ થાય છે. વાહનોને માંડવી પોલીસ સ્ટેશન ખાતે રાખી ખાણ-ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડને જાણ કરવામાં આવી છે. આ કાર્યવાહી એલસીબી પીઆઈ એ.એમ. મકવાણા, પીએસઆઈ જે.બી. જાદવ અને એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી, હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈ સહિતના સ્ટાફે હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    વોટ્સએપ પર આવેલી APK ફાઇલથી ફોન હેક:ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની લાલચમાં વડોદરાના વૃદ્ધે 75 હજાર ગુમાવ્યા
    Next Article
    In Rahul Gandhi-Led Protest On SIR, Akhilesh Yadav's Absence Signals A Rift

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment