Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોટ્સએપ પર આવેલી APK ફાઇલથી ફોન હેક:ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની લાલચમાં વડોદરાના વૃદ્ધે 75 હજાર ગુમાવ્યા

    2 days ago

    વડોદરા શહેરમાં સાયબર ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલ્કાપુરી વિસ્તારમાં રહેતા એક 69 વર્ષીય નિવૃત્ત વૃદ્ધને વોટ્સએપ પર ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની લાલચ આપીને એક APK ફાઇલ મોકલવામાં આવી હતી. આ ફાઇલ પર ક્લિક કરતા જ વૃદ્ધનો ફોન હેક થઈ ગયો હતો અને તેમના ખાતામાંથી 75,619 ઉપડી ગયા હતા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. કેવી રીતે આચરાઈ ઠગાઈ? વડોદરાના અલ્કાપુરી વિસ્તારમાં રહેતા 69 વર્ષીય નિવૃત્ત નરેન્દ્રભાઈ રતિલાલ શેઠ ગત 30 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરે હતા. આ દરમિયાન તેમના વોટ્સએપ નંબર પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં ‘RBL CREDIT CARD LIMIT INCREASE1.APK’ નામની એક ફાઇલ હતી. ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની ઓફર માનીને વૃદ્ધે આ અજાણી APK ફાઇલ પર ક્લિક કરી દીધું હતું. ક્લિક કરતાની સાથે જ સાયબર ઠગોએ તેમના મોબાઈલ ફોનનો એક્સેસ મેળવીને ફોનમાં ઘૂસણખોરી કરી લીધી હતી. ત્રણ ટ્રાન્ઝેક્શનમાં 75 હજારથી વધુની રકમ ઉપડી ફોન હેક થતાં જ નરેન્દ્રભાઈના RBL ક્રેડિટ કાર્ડમાંથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થવા લાગ્યા હતા. ઠગોએ પ્રથમ 29,802, ત્યારબાદ 16,012 અને અંતે 29,805 મળીને કુલ 75,619ની રકમ ઉપાડી લીધી હતી. પોતાના એકાઉન્ટમાંથી પૈસા કપાયા હોવાનો મેસેજ જોતા જ વૃદ્ધ ચોંકી ઉઠ્યા હતા. તેમણે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક RBL સહિત પોતાની અન્ય બેંકોના ક્રેડિટ કાર્ડના કસ્ટમર કેરમાં ફોન કરીને તમામ કાર્ડ બ્લોક કરાવી દીધા હતા. OTP ફોરવર્ડ કરાયા, ફોન ફેક્ટરી રીસેટ કરવો પડ્યો આ ઠગાઈ દરમિયાન ગઠિયાઓએ અન્ય એક નંબર પરથી વૃદ્ધને વોટ્સએપ કોલ પણ કર્યો હતો. જોકે, તેમણે તે કોલ રિસીવ કર્યો ન હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, ઠગોએ આ વાયરસવાળી APK ફાઇલની મદદથી ફોનમાં આવતા તમામ OTP અને અન્ય ટેક્સ્ટ મેસેજ વૃદ્ધની પરવાનગી વગર જ અન્ય નંબર પર ફોરવર્ડ થાય તેવું સેટિંગ કરી દીધું હતું. ડેટા અને ખાતા સુરક્ષિત રાખવા ગભરાયેલા વૃદ્ધે પોતાનો મોબાઈલ ફોન તાત્કાલિક રીસેટ કરી દીધો હતો. સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ આ સમગ્ર છેતરપિંડી અંગે ભોગ બનનાર વૃદ્ધે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. હાલ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે APK ફાઇલ મોકલનાર અજાણ્યા શખ્સ, નાણાં જે ખાતામાં ટ્રાન્સફર થયા તે બેંક એકાઉન્ટના ધારક અને આ ઓનલાઈન કૌભાંડમાં સંડોવાયેલી આખી ગેંગને ઝડપી પાડવા માટે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    અંજાર ચોરી કેસનો નાસતો આરોપી ભુજમાંથી ઝડપાયો:પશ્ચિમ કચ્છ LCBએ મોટાપીર ચોકડી પાસેથી તેને દબોચી લીધો
    Next Article
    દુર્ગાપુરમાં સરકારી જમીન પરથી બેન્ટોનાઇટનો ગેરકાયદે જથ્થો ઝડપાયો:GIDC પાછળની જમીન પરથી 6 ડમ્પર પણ જપ્ત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment