Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંજાર ચોરી કેસનો નાસતો આરોપી ભુજમાંથી ઝડપાયો:પશ્ચિમ કચ્છ LCBએ મોટાપીર ચોકડી પાસેથી તેને દબોચી લીધો

    2 days ago

    પશ્ચિમ કચ્છ જિલ્લામાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજને મહત્વની સફળતા મળી છે. અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં પોલીસથી બચીને ફરતા આરોપીને ભુજ તાલુકાના વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. LCBના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે, મોટાપીર ચોકડી નજીક એક શખ્સ હાજર છે, જે અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસને જરૂરી હતો. બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિ મળી આવતા પોલીસે તેને કબજામાં લીધો હતો. પોલીસે તેની ઓળખ કાસમ જખરા મોખા, ઉંમર 42 વર્ષ, રહે. નાના વરનોરા, તાલુકો ભુજ તરીકે કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો હોવાનું અને આ કેસમાં ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હોવાનું સામે આવ્યું હતું. કાસમ જખરા મોખા વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 303(2) અને 54 મુજબ ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આરોપીને BNSSની કલમ 35(1) મુજબ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પોસ્ટર ફાડનાર પર બગડ્યા ગેનીબેન:10 સ્કૂલ-મોદી સ્ટેડિયમ અને એએમસી ઓફિસને ધમકી,કોંગ્રેસ કાર્યકરની AI જનરેટેડ પોસ્ટથી વિવાદ, લાજપોર જેલમાં VIP ટ્રીટમેન્ટનો પર્દાફાશ
    Next Article
    વોટ્સએપ પર આવેલી APK ફાઇલથી ફોન હેક:ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની લાલચમાં વડોદરાના વૃદ્ધે 75 હજાર ગુમાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment