Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અહીં બીજાનું મટીરીયલ આવ્યું તો જાનથી મારી નાંખીશું':સિહોરના વાવ ગામે રો-મટીરીયલ્સ મુદ્દે બે પરપ્રાંતિયો પર ચાર શખ્સોનો હથિયારો વડે હુમલો

    16 hours ago

    ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વાવ ગામે સોલાર પ્લાન્ટની સાઈટ પર કામ કરતા પરપ્રાંતીય સુપરવાઇઝર અને તેમના સહકર્મી પર ચાર સ્થાનિક શખ્સોએ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ સાઈટ પર આવીને ધમકી આપી હતી કે અહીં માત્ર તેમનું જ મટીરીયલ વાપરવું પડશે. જો અન્ય કોઈનું મટીરીયલ મંગાવવામાં આવશે, તો જાનથી મારી નાખીશું. પાઇપ અને કેબલ વાયર વડે બન્ને યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો હતો. બનાવ અંગે સોનગઢ પોલીસે ચાર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રો-મટીરીયલ્સ મુદ્દે બે પરપ્રાંતિયો પર ચાર શખ્સોનો હથિયારો વડે હુમલો આ ઘટના અંગેની વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના અને હાલ પાલડી ગામે રહીને સોલાર કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ચતુરસિંહ ગંગાસિંહ રાજપુતે સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ અને તેમના સહકર્મી વિકાસ પુનિયા જ્યારે સાઈટ પર હાજર હતા, ત્યારે ધમભા ખરખડી, રામ ઝવેરભાઈ ભીકડા, સિધ્ધરાજસિંહ ઝાલા અને ભાનુ આહીર નામના ચાર શખ્સો જીજે-04-ડીએ-9193 નંબરની કાર લઈને ત્યાં ધસી આવ્યા હતા. કેબલ વાયર અને પાઇપથી બેરહેમ રીતે ફટકારીને ફરાર થઈ ગયા હતા કારમાંથી ઉતરીને આ શખ્સોએ દાદાગીરી કરતા પ્રશ્ન કર્યો હતો કે આર.એમ.સી. પ્લાન્ટમાં કોને પૂછીને મટીરીયલ મંગાવો છો? તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે જ્યાં સુધી અમારું મટીરીયલ નહીં આવે ત્યાં સુધી અહીં કામ ચાલવા દઈશું નહીં. આટલું કહીને ચારેય શખ્સોએ ચતુરસિંહ પર પાઇપ વડે હુમલો કર્યો હતો. જ્યારે વિકાસ પુનિયા તેમને બચાવવા વચ્ચે પડ્યો, ત્યારે હુમલાખોરોએ તેને પણ કેબલ વાયર અને પાઇપથી બેરહેમ રીતે ફટકાર્યો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ સમગ્ર મામલે સોનગઢ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ નવા કાયદા મુજબ BNS એક્ટની કલમ 115(2), 352, 351(3), 54 તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલામાં ગુજરાત સ્થાપના દિન 'સેવા દિન' તરીકે ઉજવાયો:નાયબ કલેકટરે જનસેવા કેન્દ્રોની કામગીરીનું નિરીક્ષણ કર્યું
    Next Article
    રાજકોટમાં નર્સિંગની 3 વિદ્યાર્થિની પર પંખો પડતા ઇજાગ્રસ્ત:મુરલીધર કોલેજની જર્જરિત બિલ્ડિંગમાં લાયબ્રેરીમાં બેસેલી છાત્રાઓ પર પંખો પડતા માથામાં ટાંકા આવ્યા, હોસ્પિટલમાં સારવાર અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment