Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં ગુજરાત સ્થાપના દિન 'સેવા દિન' તરીકે ઉજવાયો:નાયબ કલેકટરે જનસેવા કેન્દ્રોની કામગીરીનું નિરીક્ષણ કર્યું

    14 hours ago

    1 મે, 2026ના રોજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ચોટીલા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રો ખાતે 'સેવા દિન'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ રૂબરૂ હાજર રહી જનસેવા કેન્દ્રોની કામગીરીનું નિરીક્ષણ કર્યું. નાયબ કલેકટરે જનસેવા કેન્દ્રો પર આવતા નાગરિકોની ATVT સંબંધિત અરજીઓ સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત જ થાય તેની ખાતરી કરી. તેમણે સૂચના આપી કે આ દિવસે મળેલી તમામ અરજીઓ તેમજ અગાઉની બાકી અરજીઓનો 'વન ડે ગવર્નન્સ' કાર્યક્રમ હેઠળ તે જ દિવસે નિકાલ કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું કે, ATVTના દાખલાઓ નાગરિકોને તે જ દિવસે એનાયત થાય તે સુનિશ્ચિત કરવું. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની ફરિયાદો અને અરજીઓનું સમયસર નિરાકરણ લાવવા તેમજ વિવિધ સેવાઓને વધુ અસરકારક, લોકાભિમુખ અને પારદર્શક બનાવવા માટે નાગરિક અધિકારપત્ર કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત જનસેવા કેન્દ્રો દ્વારા વિવિધ નાગરિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ દિવસે સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ માટે નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડવા અને અરજીઓના સ્વીકાર તથા નિકાલની કામગીરી માટે જરૂરિયાત મુજબ વધારાના સ્ટાફની વ્યવસ્થા કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત સ્થાપના દિવસે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા:અરોમા સર્કલ પર રિક્ષા, ટ્રક અને બસમાં મુસાફરી કરતાં 3 હજાર લોકોને છાશ પીવડાવી
    Next Article
    'અહીં બીજાનું મટીરીયલ આવ્યું તો જાનથી મારી નાંખીશું':સિહોરના વાવ ગામે રો-મટીરીયલ્સ મુદ્દે બે પરપ્રાંતિયો પર ચાર શખ્સોનો હથિયારો વડે હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment