Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એચ.એ. કોલેજમાં 'યુદ્ધ એટલે માનવતાની હાર':વિષય પર વક્તવ્ય યોજાયું, પ્રિન્સિપાલે યુદ્ધના વિનાશક પરિણામો સમજાવ્યા.

    2 days ago

    ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ તેની સ્થાપનાના ૭૦ વર્ષ પૂર્ણ કરી રહી છે. આ નિમિત્તે સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સમાજોપયોગી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં, કોલેજના સ્ટડી સર્કલ દ્વારા 'યુદ્ધ એટલે જ માનવતાની હાર' વિષય પર એક વક્તવ્યનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે વિશ્વના કોઈપણ ખૂણામાં થતું યુદ્ધ માનવતાનું અપમાન છે. યુદ્ધમાં સૈનિકોની સાથે નિર્દોષ નાગરિકોના પણ મોત થાય છે, આર્થિક રીતે પાયમાલી સર્જાય છે અને પર્યાવરણને ભયંકર નુકસાન થાય છે. તેમણે વધુમાં કહ્યું કે દેશની પ્રગતિ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં વર્ષો લાગે છે, પરંતુ યુદ્ધમાં તેને તોડી પાડવામાં સેકન્ડો થાય છે. યુદ્ધને કારણે ભૂખમરો અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસરો ઊભી થાય છે, જે માનવતા માટે કલંક સમાન છે. પ્રિન્સિપાલ વકીલે યુદ્ધના કારણોમાં જમીન વિસ્તાર, આર્થિક બાબતો અને કાલ્પનિક ડરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સૂચવ્યું કે વિશ્વનું સંરક્ષણ પાછળ જેટલું બજેટ વપરાય છે, તે જો આરોગ્ય અને શિક્ષણ પાછળ ખર્ચાય તો યુદ્ધનો વિચાર પણ નહીં આવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બુદ્ધ, મહાવીર અને ગાંધીજીના વિચારો જ વિશ્વશાંતિ સ્થાપી શકશે. પ્રેમ, કરુણા અને ભાઈચારાની ભાવના સાથે માનવતાના સ્પર્શથી જ વિશ્વ વિશ્વાસપૂર્વક પ્રગતિ કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ વિરોધ પ્રદર્શન:આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસે શ્રમિકો લઘુત્તમ વેતન વધારાની માંગ સાથે અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
    Next Article
    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ઇમ્યુનોલોજી ડેની ઉજવણી:ઇમ્યુન રેગ્યુલેશન વિષયે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment