Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ વિરોધ પ્રદર્શન:આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસે શ્રમિકો લઘુત્તમ વેતન વધારાની માંગ સાથે અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

    2 days ago

    ગુજરાતમાં આંગણવાડી અને આશા વર્કરો આંદોલનના મંડાણ કરશે, ગાંધીનગર ધામા નાખવાની તૈયારી - અરુણ મહેતા ​આજે 1લી મે આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે આજરોજ શહેર ના પાનવાડી ખાતે જુદા જુદા ટ્રેડ યુનિયનો દ્વારા સૂત્રોચ્ચાર કરી રેલી સ્વરૂપ કલેકટર ને મુખ્યમંત્રીને અને વડાપ્રધાનને સંબોધતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મોંઘવારી દિનપ્રતિદિન દરેક વસ્તુઓના ભાવ વધારા થઈ રહ્યો છે, તેના પ્રમાણમાં ગુજરાતમાં કે કેન્દ્ર સરકાર દ્વારા શ્રમજીવીઓના લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી, ​ખુદ વડાપ્રધાને જે દિવસે શપથ ગ્રહણ કર્યા ત્યારે એમને કહ્યું હતું કે, એક માણસને જીવવા માટે ઓછામાં ઓછા રૂ.26,000 જોઈએ તેની બદલે આજે હાલત ઈ છે કે આંગણવાડી વર્કરને રૂ.10,000 અને રૂ.5,500નું વેતન આપવામાં આવે છે, આશા વર્કરને માત્ર માત્ર રૂ.5,500 વેતન આપવામાં આવે છે અને ગુજરાતના શ્રમજીવીઓની હાલત તો ચારે બાજુ કોન્ટ્રાક્ટ સિસ્ટમની બોલબાલા છે. પગાર ચિઠ્ઠી પણ ન મળે, એમને ઓવરટાઇમ પણ ન મળે અને 12 કલાક કામ કરવાના દિવસની જાહેરાત કેન્દ્ર સરકારે કરી દીધી છે, એને પરિણામે કામ 12 કલાક લેવામાં આવે છે અને પગાર 8 કલાકનો આપવામાં આવે છે, હવે કામદારોમાં રોષ ચારે બાજુથી ફાટી નીકળ્યો છે નોઈડામાં પણ કામદારો જબ્બર પાયા ઉપર નીકળ્યા હતા, હજીરા પાસે સુરતમાં પણ હજારો કામદારો નીકળી પડ્યા હતા અને એમની એક જ વાત હતી કે 'અમને જીવાય એવું માનભેર, સન્માનભેર વેતન આપો, વેતન ન આપો તો અમારું કુટુંબ જીવી શકે એમ નથી.' ​અને આજે અમે જાહેરાત કરીએ છીએ કે આવનારા દિવસોમાં આંગણવાડી અને આશા વર્કરના જબ્બર આંદોલનો થશે અને ઉપરાંતમાં ગુજરાતના શ્રમજીવીઓ પણ લઘુત્તમ વેતન વધારવા માટેની માંગણી માટે લડાઈના મેદાનમાં આવશે અને જરૂર પડે તો ગાંધીનગર ધામા નાખીને બેસી જશે, ​આ સાથે આજે આ પ્રારંભ છે, 1લી મે શ્રમજીવી દિવસે અને તે મુજબ આજરોજ અધિક કલેકટરને મુખ્યમંત્રીને અને વડાપ્રધાનને સંબોધતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્ર સરકારે નાગરિકતાના નિયમોમાં ફેરફાર કર્યા:હવે ઓનલાઈન અરજી થશે, સરકારે કહ્યું- આ અધિકાર નહીં, વિશેષાધિકાર
    Next Article
    એચ.એ. કોલેજમાં 'યુદ્ધ એટલે માનવતાની હાર':વિષય પર વક્તવ્ય યોજાયું, પ્રિન્સિપાલે યુદ્ધના વિનાશક પરિણામો સમજાવ્યા.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment