Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ઇમ્યુનોલોજી ડેની ઉજવણી:ઇમ્યુન રેગ્યુલેશન વિષયે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

    2 days ago

    સિલ્વર ઓક યુનિવર્સિટીના સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા “ઇન્ટરનેશનલ ઇમ્યુનોલોજી ડે 2026”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની ઉજવણીની મુખ્ય થીમ “Regulatory T Cells: કી પ્લેયર્સ ઈન ઇમ્મુન રેગ્યુલેશન” રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો તેમજ સંશોધકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. ભાગ લેનારાઓને રોગપ્રતિકારક તંત્રના સંતુલન, તેની કામગીરી તેમજ આરોગ્ય અને વિવિધ રોગોમાં તેના મહત્વ અંગે મૂલ્યવાન જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, નિરમા યુનિવર્સિટીના ડિરેક્ટર પ્રોફેસર સરત કે. દલાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. NIPER અમદાવાદના ડૉ. રીના રાજપૂત તથા ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી, અમદાવાદના ડૉ. રિતેશ કુમાર દ્વારા નિષ્ણાત વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા. વક્તાઓએ ઇમ્યુન રેગ્યુલેશનના આધુનિક અભિગમો અને તેના વૈજ્ઞાનિક તથા વ્યાવહારિક ઉપયોગો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ઇન્ટરએક્ટિવ પોસ્ટર પ્રેઝન્ટેશન સેશનનું પણ આયોજન કરાયું હતું, જેમાં ભાગ લેનારાઓને પોતાના સંશોધન અને વિચારો રજૂ કરવાની તક મળી હતી.
    Click here to Read More
    Previous Article
    એચ.એ. કોલેજમાં 'યુદ્ધ એટલે માનવતાની હાર':વિષય પર વક્તવ્ય યોજાયું, પ્રિન્સિપાલે યુદ્ધના વિનાશક પરિણામો સમજાવ્યા.
    Next Article
    Cruise Collapsed In Narmada MP Live | નર્મદા નદીમાં ક્રૂઝ ડૂબ્યું! 9 મોત, ઘણા લોકો લાપતા | Rescue

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment