Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના વનાળીયામાં ભત્રીજાની હત્યા:ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા કૌટુંબિક કાકાએ છરી મારી

    2 days ago

    મોરબીના વનાળીયા ગામે કૌટુંબિક કાકાએ છરીના ઘા મારી ભત્રીજાની હત્યા કરી છે. ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા આ બનાવ બન્યો હતો. મૃતકનું નામ મહેશભાઈ ગોરધનભાઈ રાઠોડ (ઉં.વ. ૨૮) છે, જ્યારે આરોપી કૌટુંબિક કાકા સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ છે. ગત રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં મહેશભાઈ રાઠોડ પોતાના ઘર પાસે હતા. તે સમયે તેમના કૌટુંબિક કાકા સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ નશાની હાલતમાં ગાળો બોલી રહ્યા હતા. મહેશભાઈએ તેમને ગાળો બોલવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. બોલાચાલી બાદ સુરેશભાઈ ઘરમાંથી છરી લઈને બહાર આવ્યા હતા અને મહેશભાઈ પર હુમલો કર્યો હતો. તેમણે મહેશભાઈના પેટ અને કમરના ભાગે છરીના જીવલેણ ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા મહેશભાઈને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર કારગત ન નીવડતા મહેશભાઈનું મોત નીપજ્યું હતું, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. પોલીસ કર્મચારી ગિરીશભાઈ મારૂણીયાના જણાવ્યા અનુસાર, પોલીસે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી પોલીસની પકડમાં હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભવનાથમાં સાબર પ્લાસ્ટિક ખાતું હોવાનો વીડિયો વાયરલ.:પ્રકૃતિના ખોળે વન્યજીવોના જીવ જોખમમાં! ભવનાથના રોડ પર સાબર પ્લાસ્ટિકની કોથળીઓ આરોગતું કેમેરામાં કેદ, વન વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલો.
    Next Article
    ગુજરાત સ્થાપના દિવસે કલેક્ટરે જનસેવા કેન્દ્રનું નિરીક્ષણ કર્યું:'સેવા દિન' હેઠળ અરજદારો સાથે સંવાદ કરી સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment