Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભવનાથમાં સાબર પ્લાસ્ટિક ખાતું હોવાનો વીડિયો વાયરલ.:પ્રકૃતિના ખોળે વન્યજીવોના જીવ જોખમમાં! ભવનાથના રોડ પર સાબર પ્લાસ્ટિકની કોથળીઓ આરોગતું કેમેરામાં કેદ, વન વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલો.

    2 days ago

    ભવનાથ ક્ષેત્ર કે જ્યાં રોજના હજારો પ્રવાસીઓ ભવનાથ તેમજ ગિરનાર પર્વત પર બિરાજમાન ધાર્મિક ફળોના દર્શને આવ્યો છું.પ્રકૃતિ અને પરમેશ્વરનો સંગમ ગણાતા જૂનાગઢના ગિરનાર પર્વત અને પવિત્ર ભવનાથ ક્ષેત્રમાં વન્યજીવોની સુરક્ષાને લઈને ફરી એકવાર વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. ભવનાથ ક્ષેત્રમાં રોજના હજારો પ્રવાસીઓ દર્શનાર્થે અને પર્યટન માટે આવે છે, પરંતુ અહીં વન્યજીવોના અસ્તિત્વ સામે પ્લાસ્ટિકનું સંકટ તોળાઈ રહ્યું છે. તાજેતરમાં એક જાગૃત પ્રવાસીએ પોતાના કેમેરામાં એક ચોંકાવનારા દ્રશ્યો કેદ કર્યા છે, જેમાં એક સાબર જંગલ વિસ્તાર છોડીને મુખ્ય માર્ગ પર આવી કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક ખાતું નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. ​વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ભવનાથ તરફ જતા મુખ્ય માર્ગના ડિવાઈડર પાસે ખોરાકની શોધમાં આવેલું એક સાબર પ્લાસ્ટિકની કોથળીઓ અને અન્ય ઝેરી કચરો ખાઈ રહ્યું છે. વન વિભાગ દ્વારા અવારનવાર 'પ્લાસ્ટિક મુક્ત ગિરનાર'ના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે અને પ્રવાસીઓને સલાહો આપવામાં આવે છે, પરંતુ આ વીડિયોએ વન વિભાગના તમામ પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે. ઝેરી પ્લાસ્ટિક આરોગ્યા બાદ આ વન્યજીવ બિન્દાસ્તપણે રસ્તો ક્રોસ કરીને આંટાફેરા કરતું જોવા મળ્યું હતું. સતત ટ્રાફિક અને લોકોની અવરજવર વચ્ચે વન્યજીવોનું આ રીતે પ્લાસ્ટિક ખાવું એ તંત્રની ઘોર નિષ્ફળતા દર્શાવે છે. ​ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા ગિરનાર વન્યજીવ અભયારણ્યની આસપાસના વિસ્તારને 'ઇકો-સેન્સિટિવ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્લાસ્ટિકનો વપરાશ કરવા કે ગંદકી ફેલાવવા પર કડક પ્રતિબંધ છે. તેમ છતાં, ભવનાથ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આજે પણ પ્લાસ્ટિકનો કચરો ખુલ્લેઆમ ફેંકવામાં આવે છે. વન્યજીવો જ્યારે આ પ્લાસ્ટિક ખાય છે, ત્યારે તે તેમના શરીરમાં જઈને મોતનું કારણ બની શકે છે. ભૂતકાળમાં પણ અનેક વન્યજીવોના મોત પ્લાસ્ટિક ખાવાને કારણે થયા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ​વારંવાર સોશિયલ મીડિયામાં આવા વીડિયો વાયરલ થવા છતાં વન વિભાગના પેટનું પાણી હલતું નથી. ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 મુજબ અભયારણ્યમાં વન્યજીવોને પજવવા, છેડવા કે તેમને ખોરાક આપવો એ ગુનો બને છે. જ્યારે આવા કિસ્સાઓમાં વન વિભાગ આકૃતિ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દંડાત્મક પગલાં લે છે.પરંતુ વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયો અને મીડિયામાં અનેક વખત તહેવારો રજૂ થયા બાદ પણ વન વિભાગની બેદરકારીને લઈ સરકાર દ્વારા હજી સુધી કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી.ત્યારે વારંવાર આવા જ કિસ્સાઓ સામે આવશે તો ગિરનારની આ અનમોલ વન્ય સંપત્તિ પ્લાસ્ટિકના રાક્ષસનો ભોગ બની જશે. હાલ તો આ વાયરલ વીડિયોએ જૂનાગઢ વન વિભાગની કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે.
    Click here to Read More
    Previous Article
    સુરત SBI 50 લાખ લૂંટ કેસ, નવા CCTV સામે આવ્યા:રોકડ ભરેલી પેટીને 5 મિનિટમાં ઉઠાવી ગયા, આરામથી ટહેલતાં ટહેલતાં કેશવાનના બે ગનમેનની બાજુમાંથી 7 લૂંટારા ફરાર
    Next Article
    મોરબીના વનાળીયામાં ભત્રીજાની હત્યા:ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા કૌટુંબિક કાકાએ છરી મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment