Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત સ્થાપના દિવસે કલેક્ટરે જનસેવા કેન્દ્રનું નિરીક્ષણ કર્યું:'સેવા દિન' હેઠળ અરજદારો સાથે સંવાદ કરી સૂચના આપી

    2 days ago

    ગુજરાત સ્થાપના દિવસને 'સેવા દિન' તરીકે ઉજવવાના રાજ્ય સરકારના અભિગમ હેઠળ, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકીએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કરી નાગરિકોને મળતી સેવાઓની સમીક્ષા કરી હતી. કલેક્ટરશ્રીએ અરજદારો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવા સૂચનાઓ આપી હતી, જેનો હેતુ વહીવટીતંત્રને વધુ પારદર્શક અને લોકાભિમુખ બનાવવાનો છે. મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, 1લી મે, 2026 ના ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. નાગરિકોની સુવિધા માટે સવારે 9 થી 12 વાગ્યા સુધી તમામ જનસેવા કેન્દ્રો અને તાલુકા કચેરીઓ ખાતે ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં લોક પ્રશ્નોના નિરાકરણનું આયોજન કરાયું છે. તેમણે ઉમેર્યું કે, આ અભિયાન અંતર્ગત તેઓ પોતે કલેક્ટર તરીકે હાજર છે, જ્યારે પેટા વિભાગીય કચેરીઓમાં પ્રાંત અધિકારીઓ અને તાલુકા કચેરીઓમાં મામલતદારશ્રીઓ રૂબરૂ હાજર રહી અરજદારોની અરજીઓનો તાત્કાલિક નિકાલ કરી રહ્યા છે. કલેક્ટરશ્રીએ 'વન ડે ગવર્નન્સ' પર ભાર મૂકતા સૂચના આપી કે, સેવા દિન નિમિત્તે આવતી તમામ નવી અને પડતર અરજીઓનો તે જ દિવસે નિકાલ કરવામાં આવે. તેમણે ખાસ કરીને એટીવીટી (ATVT) હેઠળના દાખલાઓ અને પ્રમાણપત્રોની કામગીરીમાં ઝડપ લાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત, ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને જનસેવા કેન્દ્રો પર આવતા નાગરિકો માટે પીવાનું ઠંડું પાણી અને છાંયડા જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રને આદેશ આપ્યા હતા. રાજ્ય સરકારની 'સુગમ ડિજિટલ સેવા' અંગે માહિતી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, આ ડિજિટલ સેવાનો વ્યાપ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જેથી નાગરિકો ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન દ્વારા વિવિધ સરકારી સેવાઓ મેળવી શકે. આ માટે દરેક જનસેવા કેન્દ્રો પર વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈપણ નાગરિકને બિનજરૂરી વિલંબ ન થાય અને તેમને સંતોષકારક પ્રતિસાદ મળે તે સુનિશ્ચિત કરવું એ દરેક કર્મચારીની જવાબદારી છે. આમ, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાપના દિવસને સાચા અર્થમાં 'સેવા દિવસ' તરીકે ઉજવી પ્રજાભિમુખ શાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મોરબીના વનાળીયામાં ભત્રીજાની હત્યા:ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા કૌટુંબિક કાકાએ છરી મારી
    Next Article
    Patan Ahir Samaj Rituals Live | આહીર સમાજે સાદગી અને પરંપરાની અનોખી મિસાલ રજૂ કરી | Tradition

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment