Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકા: પીનલ સોલંકીની વિજયી હેટ્રિક:મહિલા ઉમેદવારોમાં સૌથી વધુ મતો સાથે જનરલ સીટ પર જીત

    10 hours ago

    પાટણ નગરપાલિકાની 2026ની ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર 10ના ઉમેદવાર પીનલ સોલંકીએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અનુસૂચિત જાતિ સમાજના આ મહિલા ઉમેદવારે જનરલ સીટ પર ચૂંટણી લડીને શહેરમાં જીતેલા તમામ મહિલા ઉમેદવારોમાં સૌથી વધુ 4194 મતો મેળવી વિજયની હેટ્રિક પૂરી કરી છે. ચૂંટણી પરિણામો બાદ વોર્ડ નંબર 10ની બેઠક શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. પક્ષીય કાવાદાવા અને આંતરિક ખેંચતાણ વચ્ચે પણ પીનલ વિપુલભાઈ સોલંકીએ સતત ત્રીજી ટર્મમાં વિજય જાળવી રાખી હેટ્રિક નોંધાવી છે. તેઓ મીરા દરવાજા વણકરવાસના રહેવાસી છે. નોંધનીય છે કે તેમણે અગાઉ કોંગ્રેસમાંથી, ત્યારબાદ ભાજપમાંથી અને આ ચાલુ વર્ષે ફરી કોંગ્રેસના નિશાન પર ચૂંટણી લડી હતી. પક્ષ બદલાવા છતાં મતદારોએ તેમના પર વિશ્વાસ મૂકી તેમને પસંદ કર્યા છે. આ ચૂંટણીમાં પીનલ સોલંકીએ વોર્ડ નંબર 10ની મહિલા જનરલ સીટ પરથી કુલ 4194 મતો પ્રાપ્ત કર્યા છે. આ આંકડો પાટણ શહેરની તમામ બેઠકો પર વિજેતા થયેલા મહિલા ઉમેદવારોમાં સૌથી વધુ છે. તેમણે પોતાના હરીફ મહિલા ઉમેદવાર સામે 2806 મતોની સરસાઈ મેળવી છે. પાટણના અન્ય વોર્ડમાં જીત-હારના સમીકરણો અને પક્ષના આંતરિક રોલ વિશે ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે પીનલ સોલંકી અને વિપુલ સોલંકીની જોડીએ વોર્ડ નંબર 10માં પોતાનો ગઢ અકબંધ રાખવામાં સફળતા મેળવી છે. મતદારોએ જ્ઞાતિ કે પક્ષના સમીકરણો કરતા ઉમેદવારની કાર્યપદ્ધતિ પર વિશ્વાસ મૂકી તેમને વિજયી બનાવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પેપ્સી આપવાના બહાને 11 વર્ષની બાળકીની છેડતી:કરિયાણાની દુકાનમાં બોલાવી 47 વર્ષીય દુકાનદારે અડપલાં કર્યાં, સચિન GIDCમાં આરોપીની દુકાન સામે સ્થાનિકોનો હોબાળો
    Next Article
    ગઢડાના રહેણાંક મકાનમાં આગ લાગી:કાર અને બાઈક બળીને ખાખ, જાનહાનિ ટળી, કારણ અકબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment