Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેપ્સી આપવાના બહાને 11 વર્ષની બાળકીની છેડતી:કરિયાણાની દુકાનમાં બોલાવી 47 વર્ષીય દુકાનદારે અડપલાં કર્યાં, સચિન GIDCમાં આરોપીની દુકાન સામે સ્થાનિકોનો હોબાળો

    11 hours ago

    સુરતમાં મહિલાઓ અને બાળકીઓ વિરુદ્ધના ગુનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સચિન GIDC પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કનસાડ રોડ પર એક શરમજનક ઘટના સામે આવી છે. ગોકુલધામ સોસાયટીમાં કરિયાણાની દુકાન ચલાવતા 47 વર્ષીય પ્રભુલાલ માલીએ 11 વર્ષની માસૂમ બાળકી સાથે છેડતી કરતા સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે. ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો, લોકોએ આરોપીની દુકાન ની બહાર એકત્ર થઇ વિરોધ નોધાવ્યો હતો. શું હતી સમગ્ર ઘટના? 30 એપ્રિલે ગુરુવારે સવારે આશરે 11 વાગ્યે, 11 વર્ષની બાળકી પ્રભુલાલની દુકાને પાવડર લેવા ગઈ હતી. પાવડર લીધા બાદ બાળકીએ બાજુની આઈસ્ક્રીમની દુકાનમાં પેપ્સી વિશે પૂછપરછ કરી હતી. તે સમયે દુકાનમાં અન્ય કોઈ ગ્રાહક ન હોવાથી, આરોપીએ બાળકીને લાલચ આપી કે, 'પેપ્સી અંદર ફ્રીજમાં છે, તું જાતે લઈ લે.' માસૂમ બાળકી જેવી દુકાનની અંદર ફ્રીજ પાસે પહોંચી, આરોપીએ તેની સાથે અડપલાં કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં બાળકીના છાતીના ભાગે હાથ ફેરવી અડપલાં કરતા હેબતાઈ ગઈ હતી. બાળકી હિંમત દાખવી નરાધમની પકડમાંથી છૂટીને સીધી ઘરે ભાગી હતી અને રડતા રડતા પોતાની માતાને આપવીતી જણાવી હતી. લોકોમાં ભારે આક્રોશ, આરોપીની દુકાન સામે વિરોધ ઘટનાની જાણ થતા જ ગોકુલધામ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં દુકાન બહાર એકઠા થઈ ગયા હતા. સ્થાનિક મહિલાઓએ ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા નરાધમોનું તો મોઢું કાળું કરવું જોઈએ જેથી સમાજમાં દાખલો બેસે. આજે એક બાળકી સાથે થયું, કાલે બીજી દીકરીઓ સાથે પણ થઈ શકે. અમને આવો માણસ સોસાયટીમાં નથી જોઈતો. CCTV ફૂટેજ બન્યા મુખ્ય પુરાવો આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં આરોપી બાળકી સાથે છેડતી કરતો સ્પષ્ટપણે દેખાઈ આવતા પોલીસ માટે તે મહત્વનો પુરાવો સાબિત થયો છે. 47 વર્ષીય આધેડ વ્યક્તિએ પોતાની દીકરી સમાન બાળકી સાથે કરેલું આ કૃત્ય જાણીને લોકોમાં ધૃણા ફેલાઈ છે. પોલીસે આરોપી પ્રભુલાલની ધરપકડ કરી સચિન GIDC પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આરોપી પ્રભુલાલ માલીની ધરપકડ કરી લીધી છે. તેની વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ ઘટનાએ ફરી એકવાર શહેરના સ્થાનિક વિસ્તારોમાં બાળકીઓની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના પાલજ પાટીયા પાસે પુરપાટ દોડતી કારે બાઈકસવારને કચડ્યો:રાંધેજાના યુવકનું ટૂંકી સારવાર બાદ મોત, પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારમાં માતમ છવાયો
    Next Article
    પાટણ નગરપાલિકા: પીનલ સોલંકીની વિજયી હેટ્રિક:મહિલા ઉમેદવારોમાં સૌથી વધુ મતો સાથે જનરલ સીટ પર જીત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment