Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના પાલજ પાટીયા પાસે પુરપાટ દોડતી કારે બાઈકસવારને કચડ્યો:રાંધેજાના યુવકનું ટૂંકી સારવાર બાદ મોત, પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારમાં માતમ છવાયો

    12 hours ago

    ગાંધીનગર ચિલોડા હાઈવે પર પાલજ ગામના પાટીયા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રાંધેજા ગામના યુવકનું અકાળે અવસાન થયું છે. પૂરપાટ ઝડપે કારના ચાલકે બાઈકને અડફેટે લેતા સર્જાયેલા આ અકસ્માત યુવકનું મોત નીપજતા લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પુરપાટ દોડતી કારે બાઈક સવારને કચડ્યો ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, રાંધેજા ગામના ઠાકોર વાસમાં રહેતા અને મજૂરી કામ કરતા કરણજી બળદેવજી ઠાકોર બાઇક લઈને પાલજ પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતી ફોર વ્હીલર ગાડી (નં.GJ-18BJ-3334) ના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી કરણજીની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. રાંધેજાના યુવકનું ટૂંકી સારવાર બાદ મોત આ અકસ્માતમાં કરણજીને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી ગયા હતા. જ્યાં હાજર લોકોએ ઇજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ બોલાવી તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે મોકલી આપ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. જોકે સિવિલમાં ફરજ પરના ડોક્ટરે ટૂંકી સારવાર બાદ કરણજીને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માત સમયે મૃતકના પિતરાઈ ભાઈ દલપતજી રામાજી ઠાકોર એક લગ્ન પ્રસંગમાં હતા.જેમને ફોન દ્વારા જાણ થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યા હતા.આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અજાણ્યા સ્ત્રી-પુરુષને પતિ-પત્ની બનાવી દીધા, સંતાનો પણ નકલી!:વિદેશ મોકલવા એજન્ટ્સનો ગજબનો ખેલ, જાણો કેવી રીતે બને છે નકલી પાસપોર્ટ
    Next Article
    પેપ્સી આપવાના બહાને 11 વર્ષની બાળકીની છેડતી:કરિયાણાની દુકાનમાં બોલાવી 47 વર્ષીય દુકાનદારે અડપલાં કર્યાં, સચિન GIDCમાં આરોપીની દુકાન સામે સ્થાનિકોનો હોબાળો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment