Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અજાણ્યા સ્ત્રી-પુરુષને પતિ-પત્ની બનાવી દીધા, સંતાનો પણ નકલી!:વિદેશ મોકલવા એજન્ટ્સનો ગજબનો ખેલ, જાણો કેવી રીતે બને છે નકલી પાસપોર્ટ

    18 hours ago

    થોડા દિવસ પહેલાં અમદાવાદ પોલીસે એક એવી મહિલાને પકડી હતી જેણે ભારતીય વિઝા મેળવવા માટે ફોર્મમાં નકલી દસ્તાવેજો અને ખોટી માહિતી આપી હતી. હકીકતમાં ઘણા એજન્ટ્સ પણ વિદેશ કે અમેરિકા જવા માગતા ગુજરાતીઓને નકલી ડોક્યુમેન્ટ્સના આધારે અસલી પાસપોર્ટ બનાવી આપતા હોય છે. દિવ્ય ભાસ્કરે તપાસ કરી તો ખુલાસો થયો કે એક પાસપોર્ટ હોવા છતાં એ જ વ્યક્તિના ફોટોવાળો બીજો પાસપોર્ટ પણ નીકળે છે. જેમાં નામ, એડ્રેસ, જન્મ તારીખ જુદા હોય છે. આજના રિપોર્ટમાં વાંચો કે વિદેશ જવા માટે કેવી રીતે નકલી દસ્તાવેજોના આધારે બીજો પાસપોર્ટ મેળવી લેવાય છે અને આ માટે એજન્ટ કેવી મોડસ ઓપરેન્ડી અપનાવે છે. માહિતી નકલી, પાસપોર્ટ અસલી આવા પાસપોર્ટનો ઉપયોગ વિદેશ કે અમેરિકા જવા અથવા સેટલ થવા માટે મથતા લોકો ઉપરાંત ગુનેગાર અને ફ્રોડ કરનારા બિઝનેસમેન પણ કરતાં હોય છે. કુખ્યાત ભૂમાફિયા જયેશ રાણપરિયા પણ આવી જ ખોટી માહિતી સાથેના અસલી પાસપોર્ટ પર ભાગી ગયો હતો. જ્યારે બિઝનેસમેન અહીંથી લોન લઇને ફ્રોડ કરે છે. કેસ થાય ત્યારે પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવે છે પરંતુ ખોટી માહિતી સાથેના બીજા પાસપોર્ટ પર વિદેશ પહોંચી જાય છે. ડોક્યુમેન્ટ બનાવવા માટે 20થી 25 લાખ રૂપિયાનો ખર્ચ સામાન્ય રીતે એજન્ટ્સ અમેરિકા મોકલવા માટે ડોક્યુમેન્ટ બનાવવાના ચાર્જ સહિત 70 લાખ રૂપિયાથી લઇને એક કરોડ કે સવા કરોડ રૂપિયા સુધી લેતા હોય છે. ડોક્યુમેન્ટ બનાવવા માટે એજન્ટ્સ એક વ્યક્તિ પાછળ 20થી 25 લાખ રૂપિયા ખર્ચ કરતાં હોય છે. દિવ્ય ભાસ્કરે આવા એજન્ટ્સ અને બીજો પાસપોર્ટ કઢાવવાની તેમની મોડસ ઓપરેન્ડી પણ શોધી કાઢી છે. અમેરિકા જવાનું નક્કી થાય ત્યારે સૌથી પહેલા એજન્ટ્સ લોકોના ખોટા ડોક્યુમેન્ટ બનાવે છે. વિદેશ જવા માટે સૌથી પહેલા પાસપોર્ટ જોઇએ. જેના માટે 2 ફોટો આઇડી હોવા જરૂરી છે. સામાન્ય રીતે લોકો પાન કાર્ડ અને આધાર કાર્ડ આપતા હોય છે. એજન્ટ્સ પાસે ઘણા એવા લોકો હોય છે જે ખોટી માહિતી પરથી ખોટા ડોક્યુમેન્ટ બનાવતા હોય છે. ખોટા સરનામે ભાડા કરાર કરે ખોટા ડોક્યુમેન્ટ માટે સૌથી પહેલા આધાર કાર્ડ બનાવાય છે. જેને વિદેશ જવાનું હોય તેનું નામ, પિતાનું નામ, અટક, જન્મ તારીખ, ખોટા સરનામાની માહિતી પરથી આધાર કાર્ડ બનાવાય છે. આ આધારકાર્ડ પરથી પાન કાર્ડ માટે અરજી કરાય છે. આ દરમિયાન એજન્ટ જેને વિદેશ જવાનું હોય તેના નામે ખોટા સરનામે ભાડા કરાર કરી નાખે છે. પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન ઓનલાઇન થઇ ગયું હોવાથી પોલીસ પણ અરજદારનો ક્રિમિનલ રેકોર્ડ જ ચેક કરે છે. ધો. 7 સુધીનું ભણતર બતાવાય વધારે પુરાવાની જરૂર હોય તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) મૂકવામાં આવે છે. સામાન્ય રીતે ધોરણ 7 સુધીનું ભણતર બતાવવામાં આવે છે. જો તેનાથી વધુ ભણતર બતાવાયું હોય તો ચેકિંગ થાય છે પણ ધો.7 સુધીનું ભણતર હોય તો સ્કૂલમાં ચેકિંગ નથી થતું. આધાર અને પાન કાર્ડ આવી ગયા બાદ પાસપોર્ટ માટે અરજી કરાય છે. બાયોમેટ્રિક રેકોર્ડનો પણ તોડ કાઢી લે છે આટલા દસ્તાવેજ પરથી પાસપોર્ટ તો નીકળી જાય છે પણ જો કોઇએ પહેલા પણ પાસપોર્ટ કઢાવેલો હોય તેનો બાયોમેટ્રિક રેકોર્ડ અને ફોટો પાસપોર્ટ ઓફિસના રેકોર્ડમાં હોય છે. જો વ્યક્તિએ પહેલા પાસપોર્ટ કઢાવેલો હોય તો ફિંગર પ્રિન્ટ મેચ થઇ જવાનો પ્રોબ્લેમ આવે છે. આનો તોડ કાઢવા માટે એજન્ટ્સ પાસપોર્ટ ઓફિસના અમુક લોકોને ફોડે છે અને ફિંગર પ્રિન્ટ મેનેજ કરાવી લે છે. 'સેટ' થયેલી સિસ્ટમથી નવો પાસપોર્ટ નીકળી જાય જ્યારે અરજદાર બાયોમેટ્રિક માટે ફિક્સ કરેલા કાઉન્ટર પર જાય છે ત્યારે ઓલરેડી ફિંગર પ્રિન્ટ મેચ ન થાય તે રીતે સિસ્ટમ સેટ કરી રાખી હોય છે. જેના પગલે અરજદારની બાયોમેટ્રિક માહિતી હોવા છતાં નવો પાસપોર્ટ નીકળી જાય છે. આ રીતે પાસપોર્ટ હાથમાં આવી જાય છે પાસપોર્ટ બની ગયા બાદ ભાડા કરારમાં જે સરનામું દર્શાવાયેલું હોય તે સરનામે પોસ્ટ ઓફિસ મારફતે પાસપોર્ટ જાય છે. જ્યાં એજન્ટ અથવા અરજદાર પહોંચી જાય છે અને પાસપોર્ટ મેળવી લે છે. કેટલીકવાર એજન્ટ ગામનું નામ લખીને ખાલી ઘર, બંધ મકાન અથવા તો ખોટા સરનામા પર પાસપોર્ટ કઢાવે છે. જ્યાં કોઇ રહેતું ન હોય તો પોસ્ટમેન ફોન કરે ત્યારે તેને મળીને પાસપોર્ટ લઇ લે છે. એજન્ટ્સ આવી રીતે ઘણા પાસપોર્ટ બનાવતા હોય છે. આનું ઉદાહરણ વર્ષ 2022માં નોંધાયેલો એક કેસ છે. મહેસાણાના નાનકડા ગામથી દિલ્હી સુધીનું નેટવર્ક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ચાવડાએ 16 ફેબ્રુઆરી, 2022ના રોજ એક ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે મહેસાણાના વડસમા ગામના રાજુ બેચરભાઇ પ્રજાપતિ, જોરણાંગ ગામના હરેશ અંબારામ પટેલ અને હાર્દિક હરેશભાઇ પટેલ તેમજ દિલ્હીના ચરણજીતસિંઘ બલબીરસિંઘ અને જીમ્મી ઉર્ફે બોબીના નામ હતા. આ કેસમાં પોલીસને માહિતી મળી હતી કે રાજુ પ્રજાપતિ અને શિલ્પાબેન રમેશભાઇ પટેલ (કડી)એ નકલી પાસપોર્ટ કઢાવ્યા છે. વધુ તપાસમાં લોકલ એજન્ટ હરેશ અંબારામ પટેલ અને હાર્દિક હરેશભાઇ પટેલે ભેગા મળીને દિલ્હી સ્થિત એજન્ટ ચરણજીતસિંઘ બલબીરસિંઘ અને જીમ્મી ઉર્ફે બોબીને કામ આપ્યું હોવાનો ખૂલાસો થયો હતો. દસ્તાવેજોમાં અલગ અલગ માહિતી ભાસ્કરે વધુ તપાસ કરી તો આ લોકોના અસલી અને નકલી પાસપોર્ટ સામે આવ્યા હતા. જેમાં બંનેના ડોક્યુમેન્ટ્સમાં અલગ અલગ માહિતીઓ જોવા મળી હતી. એજન્ટે નકલી પાન કાર્ડ અને આધાર કાર્ડ બનાવ્યા રાજુ પ્રજાપતિનો ઓરિજિનલ પાસપોર્ટ 2 સપ્ટેમ્બર, 2020ના દિવસે કઢાવેલો હતો. જ્યારે દિલ્હીના એજન્ટ્સે તેના નકલી પાન કાર્ડ અને આધાર કાર્ડ બનાવી તેનું નામ પ્રજાપતિ રાજુભાઇ બેચરભાઇમાંથી બદલીને પટેલ રાજેન્દ્રભાઇ ભીખાભાઇ કરી નાખ્યું હતું. આ ડોકયુમેન્ટના આધારે તેણે 23 સપ્ટેમ્બર, 2021ના રોજ નવો પાસપોર્ટ કઢાવી લીધો હતો. તેનું ઓરિજિનલ એડ્રેસ મહેસાણાનું વડસમા ગામ અને જન્મ તારીખ 1 જાન્યુઆરી, 1975 હતી. જે બદલીને નવા પાસપોર્ટમાં એડ્રેસ મહેસાણાનું ગોઝારિયા ગામ અને જન્મ તારીખ 25 માર્ચ, 1982 કરી દેવાઇ હતી. નામ, ગામ અને જન્મતારીખ બદલી દેવાઇ આ જ રીતે શિલ્પા પટેલ નામની એક મહિલાએ 23 ઓગસ્ટ, 2019ના રોજ પાસપોર્ટ કઢાવેલો હતો. જેમાં એડ્રેસ કડીનું અને જન્મ તારીખ 11 માર્ચ, 1985 હતી. શિલ્પાના પણ નકલી દસ્તાવેજો બનાવીને તેનું નામ કામિની રાજેન્દ્ર પટેલ કરવામાં આવ્યું હતું અને એડ્રેસ મહેસાણાનું ગોઝારિયા ગામ તથા જન્મ તારીખ 12 મે, 1987 કરી દેવાઇ હતી. આ માહિતીવાળા દસ્તાવેજોને આધારે રાજેન્દ્ર પટેલના એક દિવસ પહેલા એટલે કે 22 સપ્ટેમ્બર, 2021ના રોજ એક પાસપોર્ટ ઇશ્યૂ કરાયો હતો. જેમાં શિલ્પા ઉર્ફે કામિનીને રાજુ ઉર્ફે રાજેન્દ્રકુમારની પત્ની બનાવી દેવાઇ હતી. 2 અજાણી વ્યક્તિને પતિ-પત્ની બનાવી સંતાન પણ કરી દીધા આમાં વધુ રસપ્રદ વાત એ છે કે એજન્ટે મૂળ કડીની શિલ્પા અને વડસમાના રાજુભાઇને નવા પાસપોર્ટમાં પતિ પત્ની તરીકે દર્શાવ્યા બાદ એ બંનેના એક પુત્રી અને એક પુત્ર પણ બનાવી દીધા હતા. ટૂંકમાં કહીએ તો આખું નકલી ફેમિલી ઊભું કરી દીધું હતું. આનો અર્થ એ થયો કે કામિની બાદ રાજેન્દ્ર અને રાજેન્દ્ર પછી એક જ દિવસે તેના નકલી સંતાનોના પાસપોર્ટ ઇશ્યૂ થયા હતા. નકલી ફેમિલી બનાવવા પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે ફેમિલી સાથે જાય તો વિઝા મળવા સરળ થઇ જાય છે. આ રીતે એજન્ટ્સ આખું નેટવર્ક ચલાવતા હોય છે. હકીકત એ છે કે માત્ર 20 થી 25 લાખ રૂપિયાના ખર્ચે ઊભી કરાતી નકલી ઓળખ સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરે છે.
    Click here to Read More
    Previous Article
    રાજેશ ખન્ના સાથેના સંબંધો પર બોલ્યા અનિતા અડવાણી:'કોર્ટમાં ન્યાયની મજાક બની'; '10 વર્ષ લિવ-ઇન રિલેશનમાં રહી, ટ્રાયલ વિના નિર્ણય કેવી રીતે થયો'
    Next Article
    ગાંધીનગરના પાલજ પાટીયા પાસે પુરપાટ દોડતી કારે બાઈકસવારને કચડ્યો:રાંધેજાના યુવકનું ટૂંકી સારવાર બાદ મોત, પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારમાં માતમ છવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment