Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિરામીક ઉદ્યોગ ફરી ધમધમશે:મોરબીમાં ગેસ પુરવઠો પૂર્વવત,‎ટાઇલ્સનું નવું ઉત્પાદન મોંઘું થશે‎

    10 hours ago

    ઈરાન અમેરિકાના યુદ્ધ ને પગલે ઈરાને હોર્મુઝ ખાડી પર જહાજોની અવર જવર બંધ કરી દેવાતા દુનિયાભરમાં ગેસ કટોકટી સર્જાઈ હતી અને જેની અસર ઘરેલું રાંધણ ગેસ સાથે ઇન્ડસ્ટ્રીયલ ગેસ પર પણ પડી હતી, એક મહિના કરતાં વધુ સમય સુધી ચાલેલી યુદ્ધની સ્થિતિ બાદ બંને વચ્ચે યુદ્ધ અટકતા હવે ફરીવાર ગેસ સપ્લાય શરૂ થયો છે, બીજી તરફ ગુજરાત કેસ દ્વારા પણ પીએનજી ગેસ લાઇનમાં વધારો કરી દેતા ધીમે ધીમે પરિસ્થિતિ થાળી પડી રહી છે. ગુજરાત ગેસ દ્વારા પણ તાજેતરમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે બેઠક કરી તેમને જરૂરિયાત મુજબનો ગેસ પુરવઠો આપવાની ખાતરી આપ્યા બાદ હવે ગેસની સપ્લાય નિયમિત થતા 15 એપ્રિલથી જ ધીમે ધીમે ફેક્ટરી ફરી શરૂ થવા લાગી હતી અને 1 મે સુધીમાં તમામ ફેક્ટરી ધમધમતી થવાનો અંદાજ હતો. મોટાભાગની ફેક્ટરીમાં મજૂરોને પરત ફરવામાં સમય લાગી રહ્યો છે, તેમ છતાં મોટા ભાગના ફેક્ટરી ધારકોએ ઉત્પાદન શરૂ કરતા પહેલા કિલનમાં ટેમ્પરેચર મેન્ટેન કરવાની પ્રકિયા શરૂ કરી દીધી છે, જે ફેક્ટરીમાં મજૂર પરત ફરી ગયા છે ત્યાં ઉત્પાદન પણ શરૂ થવાની શરૂઆત થઈ ચૂકી છે. આગામી 5 મે સુધીમાં મોટા ભાગની ફેક્ટરીઓ અગાઉની માફક ધમધમતી થવાની પૂરેપૂરી શક્યતા છે. આ પરિસ્થિતિમાં સ્થાનિક વેપાર અને રોજગારમાં પણ ફરી ચેતના જોવા મળી રહી છે, ઉદ્યોગકારોમાં આશાવાદી માહોલ સર્જાતા બજારમાં ધીમે ધીમે ગતિ પરત ફરતી નજરે પડી રહી છે. રો-મટિરિયલના ભાવ વધતા ટાઇલ્સ‎35થી 40 ટકા મોંઘી થવાની શક્યતા‎ યુદ્ધની પરિસ્થિતિ બાદ ગેસના ભાવ 40 રૂપિયાથી વધીને 73 રૂપિયા થતાં તેમજ ઇમ્પોર્ટેડ અને ડોમેસ્ટિક રો-મટિરીયલ્સના ભાવમાં સતત વધારો થતાં ઉત્પાદન ખર્ચમાં વધારો થયો હોવાથી ટાઇલ્સના ભાવમાં 35 થી 40 ટકા સુધીનો ભારે ભાવ વધારો કરવામાં આવશે તેવી સંભાવના છે. જ્યારે સિરામિક એકમોમાં હાલ ગેસ વપરાશ 30 લાખ ક્યુબીક મીટર, મે મહિનામાં 75 લાખ પહોંચવાનો અંદાજ છે. આથી આવનારા સમયમાં જ્યારે નવા ભાવથી ઉત્પાદન થશે ત્યારે ટાઇલ્સ વધુ મોંઘી થશે તેમાં બે મત નથી. વતન ગયેલા શ્રમિકો આવી જાય પછી સ્થિતિ થાળે પડશે‎ ગેસની સપ્લાય હવે પૂર્તિ અને નિયમિત રીતે મળી રહી છે પરંતુ જે મજૂરો તેમના વતન ગયા હતા, તેમાંથી હજુ ઘણા બધા મજૂરો પરત આવ્યા નથી. જેમ જેમ મજૂરો આવી રહ્યા છે તેમ ફેક્ટરીઓ શરૂ થઈ રહી છે આગામી પાંચ તારીખ સુધીમાં મોટાભાગની ફેક્ટરીઓ ફરી રાબેતા મુજબ શરૂ થવાની શક્યતા છે તેમ વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાતે જણાવ્યું હતું નવું ઉત્પાદન નવા ભાવ સાથે થશે,ટાઇલ્સ મોંઘી બનશે‎ મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા અગાઉ ગેસની સપ્લાયને ધ્યાને રાખી ફેક્ટરીઓ બંધ કરવામાં આવી હતી, હવે ગેસ તો મળી રહ્યો છે પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં યુધ્ધના પગલે ગેસના ભાવ હજુ ઊંચા છે જેના કારણે ઉત્પાદન ખર્ચો વધુ આવવાથી ઉદ્યોગકારો દ્વારા ટાઇલ્સના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે ઉત્પાદન શરૂ થયા બાદ વેપારીઓને નવા ભાવથી સિરામિક પ્રોડક્ટ ખરીદવી પડશે, અને ગ્રાહકોને પણ મોંઘી ટાઇલ્સ મળશે.
    Click here to Read More
    Previous Article
    ટ્રસ્ટનું અનોખું લક્ષ્ય:પિતાનું છત્ર ગુમાવ્યા પછી પણ દીકરીનું ભણતર અટકશે નહીં
    Next Article
    ભાસ્કર વિશ્લેષણ:મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર પદ માટે આહીર અને સતવારા સમાજમાં જબરી હુંસાતુંસી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment