Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રસ્ટનું અનોખું લક્ષ્ય:પિતાનું છત્ર ગુમાવ્યા પછી પણ દીકરીનું ભણતર અટકશે નહીં

    8 hours ago

    મોરબીના આર્થિક અને સામાજિક રીતે પછાત વિસ્તાર વીસીપરામાં સામાન્ય વર્ગના તમામ બાળકો શિક્ષણથી વંચિત ન રહે એ ધ્યેયને લક્ષમાં રાખી ટ્રસ્ટ દ્વારા 2001 થી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય શરૂ કરવામાં આવી છે. જેમાં બાળકોને ઉચ્ચ સંસ્કાર અને આદર્શ સાથે ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવામાં આવતું હોવાની વચ્ચે શાળામાં પિતા વગરના બાળકો આર્થિક પરિસ્થિતિને કારણે શિક્ષણ જેવા મૂળભૂત હક્કથી વિમુખ ન રહે તે માટે આવા બાળકોને એકદમ વિનામૂલ્યે શિક્ષણ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ ઉપરાંત જે પરિવારની બે દીકરી આ શાળામાં ભણતી હોય તેમાંથી એક દીકરીની 50 ટકા ફી માફ કરવાનો પણ નિર્ણય જાહેર કર્યો છે. શાળાના પટાંગણમાં નવા રંગરૂપ સાથે નેચરલ ક્લાસ ઊભો કરાશે આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયમાં શિક્ષણને એક અલગ જ સ્તર પર લઇ જવા માટે નવા રંગ રૂપ સાથે બાળકો માટે શાળા પટાંગણમાં નેચરલ ક્લાસ ઉભો કરવામાં આવશે. આ ઉપરાંત જે પરિવારમાં બે દીકરી આ શાળામાં અભ્યાસ કરતી હોય તેમાંથી એક દીકરીની 50 % ફી માફ કરવામાં આવશે. આ સંસ્થા દ્વારા ગત વર્ષે આઠ પિતા વગરના વિદ્યાર્થીઓને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવ્યું હતું તેમજ બે કન્યાની 50% ફીમાં રાહત આપવામાં આવી હતી. તમામ બાળકોને સ્કૂલબેગ ફ્રીમાં આપવામાં આવી હતી. શાળાની બેઠકમાં વાલીઓએ ઉપયોગી સુચનો કર્યા હતા. કાર્યપદ્ધતિમાં ફેરફાર અંગે વાલીઓના સૂચન મગાવાયા આગામી જૂન માસમાંથી શરૂ થઈ રહેલા 2026-27ના સત્રમાં પણ વાલીઓ અને બાળકોને શિક્ષણ ક્ષેત્રે સારી વ્યવસ્થા કઇ રીતે ઉભી કરી શકાય તેના સુચનો મંગાવવા માટે ટ્રસ્ટે ખાસ વાલી મીટીંગ યોજી હતી. ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસ ટપુભાઈ પરમારની આગેવાની હેઠળ શાળાના વહીવટદાર અને ટ્રસ્ટના મંત્રી કે.આર. ચાવડા દ્વારા આગામી વર્ષ માટે શાળામાં થઈ રહેલ નવા ફેરફારોની માહિતી આપવામાં આવી હતી અને બેઠકમાં વાલીઓએ કરેલા ઉપયોગી સુચનો પર વિચાર વિમર્શ કરી તેનું શક્ય જલદી અમલીકરણ કરવા નક્કી કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    ઉમેદવારોની ભૂંડે હાલ હાર્યા:મોરબી જિલ્લાના 735 ઉમેદવારમાંથી 245 ડિપોઝિટ પણ સાચવી ન શક્યા
    Next Article
    સિરામીક ઉદ્યોગ ફરી ધમધમશે:મોરબીમાં ગેસ પુરવઠો પૂર્વવત,‎ટાઇલ્સનું નવું ઉત્પાદન મોંઘું થશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment