Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમેદવારોની ભૂંડે હાલ હાર્યા:મોરબી જિલ્લાના 735 ઉમેદવારમાંથી 245 ડિપોઝિટ પણ સાચવી ન શક્યા

    7 hours ago

    મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ જૂની ચૂંટણીઓ યોજાઈ હતી ગત તા.28ના રોજ તમામ સંસ્થાઓનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે જેમાં ભારતીય જનતા પાર્ટીને જિલ્લા પંચાયત, 4 તાલુકા પંચાયત બે નગર પાલિકા અને મહાનગર પાલિકામાં સ્પષ્ટ બહુમતી મળી હતી જ્યાંરે કોંગ્રેસને એક પાલિકા એક તાલુકા પંચાયત અને કેટલીક બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. તો આમ આદમી પાર્ટી હળવદ તાલુકા અને માળિયામાં ખાતું ખોલવામાં સફળ રહ્યું હતું. જો કે અન્ય સ્થળ પર ઉમેદવારોનો રકાસ થયો હતો. આ ચૂંટણીમાં મતદારોએ અપક્ષ ઉમેદવાર ઉપરાંત કોંગ્રેસ અને આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ પણ બચાવી શકે તેટલા મત પણ આપ્યા ન હતા. મોરબી જિલ્લા ની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કુલ 735 ઉમેદવારો મેદાનમાં ઊભા રહ્યા હતા જેમાંથી 245 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. અલગ અલગ સંસ્થા મુજબ જોઈએ તો 94 ઉમેદવાર મહા નગર પાલિકાના હતા જેમની ડિપોઝિટ જપ્ત થઈ હતી . આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના 26 ઉમેદવારો, મોરબી તાલુકા પંચાયતમાં 15 ઉમેદવાર, માળીયા મીયાણા તાલુકા પંચાયતમાં 14, તાલુકા પંચાયતમાં 21 , ટંકારા તાલુકા પંચાયતમાં 14, વાંકાનેર તાલુકા પંચાયતમાં કુલ 28 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ હતી . ઉપરાંત માળીયા મીયાણા નગરપાલિકાના 10 ઉમેદવાર, ટંકારા નગર પાલિકાના 12 ઉમેદવારએ પોતાની ડિપોઝિટ ગુમાવી હતી.આ પરિણામોથી જિલ્લા રાજકારણમાં નવા સમીકરણો ઊભા થયા છે અને આગલા સમયમાં પક્ષો માટે ચિંતનનો સંકેત મળ્યો છે. ડિપોઝિટ ગુમાવવામાં આપ મોખરે! ભાજપનો એકતરફી જુવાળ ફેલાતાં વિપક્ષનો કરૂણ રકાસ થયો છે અને તેમાં પણ કોંગ્રેસ, અપક્ષ, બસપા અને આપના ઉમેદવારોની સંખ્યા જોઇએ તો તેમાં આપ મોખરે છે. પક્ષ મુજબ જોઈએ તો મોરબી જિલ્લાની કુલ 10 સંસ્થામાં 86 કોંગ્રેસના ઉમેદવાર, 103 આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને 36 અપક્ષ ઉમેદવાર અને 20 જેટલા અન્ય પક્ષના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    RB Leipzig Can Book Return To Champions League As Bundesliga Top-Four Rivals Meet
    Next Article
    ટ્રસ્ટનું અનોખું લક્ષ્ય:પિતાનું છત્ર ગુમાવ્યા પછી પણ દીકરીનું ભણતર અટકશે નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment