Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશ્લેષણ:મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર પદ માટે આહીર અને સતવારા સમાજમાં જબરી હુંસાતુંસી

    12 hours ago

    મોરબીના મહાનગરપાલિકાની તમામ 52 બેઠક સાથે ભાજપે સતા હાંસલ કરી લીધી છે. ત્યારે આ 52માંથી મોરબી મનપાના પ્રથમ મેયરનો તાજ કોના શિરે પહેરાવવો તેને ફાઇનલ કરવાની હવે ઘડી આવી પહોંચી છે. પરંતુ મોરબી મનપાનું પ્રથમ મેયર પદ ઓબીસી માટે અનામત હોવાથી આ ઓબીસીની વિવિધ જ્ઞાતિઓના ચુંટાયેલા કોર્પોરેટરમાંથી વજનદાર અને કદાવર ગણાતા બે સમાજના પ્રતિનિધિઓ સૌથી વધુ આગળ ગણાય છે. તેમાંય શહેરના પ્રથમ મેયર માટે સતવારા સમાજ અગ્રીમ હરોળમાં ગણાય છે. જો કે મેયર પદ માટે સતવારા અને આહિર સમાજ વચ્ચે બરાબરની ટક્કર હોય એ બેમાંથી કોણ બાજી મારી જશે ? કે કોઈ ત્રીજો જ ફાવી જશે તે અંગેની જબરી અટકળો સાથે રાજકીય ઉત્તેજના છવાઈ ગઈ છે. મનપાની ચૂંટણી અગાઉ જ રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી મહાપાલિકાના મેયર પદ માટેનું રોટેશન જાહેર કરવામાં આવ્યું હતું તેમાં પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી અને પછીના અઢી વર્ષ માટે મહિલા અનામત મેયર પદ માટે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારથી જ ઓબીસી જ્ઞાતિઓમાં મેયર બનવા માટે હોડ જામી હતી. ઓબીસીની કેટેગીરીમાં 3 મહિલા સહિત કુલ 13 સદસ્યો છે. પ્રથમ અઢી વર્ષ પછી મેયર પદ માટે મહિલા અનામત છે જેથી પ્રથમ મેયર મહિલા બને તેવી શક્યતા હાલના તબબકે દેખાતી નથી. જ્યારે ઓબીસીમાં નવા ચૂંટાયેલા ભુપેન્દ્રભાઇ જારીયા, ગણેશભાઇ ડાભી, ભાવિકકુમાર જારીયા વચ્ચે રેસ ગણાય છે. તેમાંય સતાવારા સમાજના ગણેશભાઇ ડાભીનું નામ સૌથી મોખરે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અત્યાર સુધી પાલિકા પ્રમુખના કાર્યભાર અને વહીવટનો લગભગ જાહેર જીવન સાથે સંકળાયેલા બધાને અનુભવ હતો. પણ મોરબીમાં પહેલી વખત મેયર પદ આવ્યું હોવાથી મોટાભાગના એના કાર્યભાર અને વહીવટથી અજાણ હોય એટલે આ પદ માટે યોગ્ય તેમજ લાયકત ધરાવતા જન પ્રતિનિધિને જ પસંદ કરી શકાય. કોને ક્યું પદ આપવું તેના ચોકઠાં ગોઠવાઇ ગયા‎ જો મેયર આહિર સમાંજમાંથી આવશે તો ડેપ્યુટી મેયર સતવારા સમાજમાંથી આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે, મેયર સતવારા સમાજમાંથી બનાવવામાં આવશે તો ડેપ્યુટી મેયરનું પદ તો આહિર પ્રતિનિધિને જ મળે તે પણ નિશ્ચિત છે તેવા રાજકીય ગણિત મંડાઈ રહ્યા છે. આ ઉપરાંત આ ઉપરાંત મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મોરબીમાં જેમની વસતિ સૌથી વધારે છે તેવા પાટીદાર સમજમાંથી આવશે તે લગભગ નિશ્ચિત છે. જો કે, શાસક પક્ષના નેતા તરીકે ક્ષત્રિય સમાજ અને શાસક પક્ષના દંડકમાં બ્રાહ્મણ કે સોની સમાજને સ્થાન મળી શકે છે. જો કે, પક્ષ કોના નામ પર મંજુરીની મહોર મારે છે તે અત્યારથી કહેવું વહેલું છે, પરંતુ મહાપાલિકાની પ્રથમ બોડીમાં મોભાદાર પદ મેળવવા માટે અંદરખાને કયાંકને ક્યાંક લોબિંગ શરૂ થઈ ગયું છે.
    Click here to Read More
    Previous Article
    સિરામીક ઉદ્યોગ ફરી ધમધમશે:મોરબીમાં ગેસ પુરવઠો પૂર્વવત,‎ટાઇલ્સનું નવું ઉત્પાદન મોંઘું થશે‎
    Next Article
    30 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ્સ કાર્યરત‎ કરાયા:જોરાવરનગર, રતનપર વિસ્તારમાં પાણીની લાઈનની કામગીરી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment