Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીઓ માટે આધુનિક સાધનોની સુવિધા કરાઈ‎:રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા પ્રાણગઢ શાળાને લેબોરેટરીની ભેટ

    10 hours ago

    રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે પ્રાણગઢ પ્રાથમિક શાળા ખાતે અદ્યતન સાયન્સ લેબોરેટરીનું નિર્માણ કરાયુ છે. રૂ. 89,000ના ખર્ચે તૈયાર કરાયેલી આ લેબોરેટરીમાં શાળાના રૂમનું કલરકામ, નવા કબાટ, વૈજ્ઞાનિક અને ગાણિતિક ચાર્ટ્સ તેમજ શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવાયા છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને પ્રયોગો કરવા ટેબલની વ્યવસ્થા કરાઈ છે. ​આ પ્રસંગે એક વિશેષ જાહેરાત કરતા જીતેશ દફ્તરીએ શાળાને પ્રોજેક્ટરની ભેટ આપી હતી, આ લેબોરેટરી દ્વારા વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના અઘરા સિદ્ધાંતો પ્રાયોગિક રીતે સમજી શકશે, જે તેમના શૈક્ષણિક અને બૌદ્ધિક વિકાસમાં ખૂબ જ મદદરૂપ થશે. ​આ પ્રોજેક્ટ રોટરી ક્લબના પ્રેસિડેન્ટ હિરેન શાહ અને સેક્રેટરી જીતેશ દફ્તરીના નેતૃત્વ હેઠળ સંપન્ન થયો હતો, જેનું સફળ સંચાલન પીનલબેન દેકાવાડિયા દ્વારા કરાયુ હતું. ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આસિસ્ટન્ટ ગવર્નર (રોટરી 3060) સંદીપ ગાંધી સહિતના અગ્રણીઓ ખાસ હાજર ત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    LCBની કાર્યવાહી:LCBએ 3,518 બોટલ દારૂ સાથે 30 લાખનો મુદ્દામાલ પકડ્યો, 1ની અટક
    Next Article
    કર્મચારીઓ શીખ્યા જીવનરક્ષક પાઠ:વઢવાણ GIDCની સવા હેલ્થકેરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment