Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LCBની કાર્યવાહી:LCBએ 3,518 બોટલ દારૂ સાથે 30 લાખનો મુદ્દામાલ પકડ્યો, 1ની અટક

    10 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ અને જુગાર જેવી બદીઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા બનાવવામાં આવેલા ખાસ એક્શન પ્લાન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. ધ્રાંગધ્રા-હળવદ હાઇવે રોડ પર સફેદ પાઉડરની થેલીઓની આડમાં છુપાવીને લઈ જવાતો 10.10 લાખની કિંમતનો વિદેશી દારૂ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ 30,34,240નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે એક અશોક લેલન ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર ચુલી ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી ટ્રક નંબર RJ-36-GA-9678 ને અટકાવવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતા તેમાંથી સફેદ પાઉડરની 200 થેલીઓની પાછળ છુપાવેલો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:વિદેશી દારૂ 750 ML બોટલ 1,416 નંગ કિંમત 8,00,040, વિદેશી દારૂ 180 ML ચપલા 2,102 નંગ કિંમત 2,10,200, અશોક લેલન ટ્રક 01 નંગ કિંમત 20,00,000,સફેદ પાઉડરની થેલીઓ: 200 નંગ કિંમત 14,000 ,મોબાઈલ ફોન 01 નંગ કિંમત 10,000 કુલ મુદ્દામાલ 30,34,240 જપ્ત કરાફલ હતો. જ્યારે પુષ્પન્દરસિંઘ રૂપસિંઘ રાવત ટ્રક ચાલક, રહે. બ્યાવર, રાજસ્થાન ધરપકડ કરાઈ હતી.આ સફળ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. જે.જે. જાડેજા, પી.એસ.આઈ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એન.એ. રાયમા તથા એ.એસ.આઈ. અસલમખન મલેક સહિત ટીમ જોડાઇ હતી. પકડાયેલા ટ્રક ચાલક પુષ્પન્દરસિંઘ રૂપસિંઘ રાવત ની પુછપરછમાં ટ્રકનો માલીક, માલમોકલનાર ડેની રહે આસીનગામ બ્યાવર રાજસ્થાન, દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો શખ્સ પણ સંડોવણી બહાર આવી છે.પોલીસે આ ગુનામાં ચાર શખ્સો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દારૂ ઝડપાયો:દારૂની 3600 નાની બોટલ સહિત 4 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    વિદ્યાર્થીઓ માટે આધુનિક સાધનોની સુવિધા કરાઈ‎:રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા પ્રાણગઢ શાળાને લેબોરેટરીની ભેટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment