Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેટોડા GIDCના પરાગ ગૃહ ઉદ્યોગમાં આગ:ફેક્ટરીમાં લાકડાના ભૂસામાં અચાનક આગ ભભૂકી, ફાયર વિભાગે સમયસર પહોંચી કાબૂમાં લીધી

    1 day ago

    રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં આવેલી પરાગ ગૃહ ઉદ્યોગ નામની ફેકટરીમાં મોડીરાત્રે આગની ઘટના સામે આવી છે. ફેક્ટરીની અંદર રહેલા લાકડાના ભૂસામાં આગ લાગી હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી તાકાત અને ઝડપ સાથે રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ફાયરની 2 ગાડી દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાઈ આગ લાગવાની માહિતી મળતાની સાથે જ રાજકોટ કોર્પોરેશનના ફાયર વિભાગની ટીમો તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 2 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફેક્ટરીની અંદર લાકડાનું ભૂસું મોડા પ્રમાણમાં ભરેલું હોવાના કારણે આગ વધુ પ્રસરી રહી હતી, જેના કારણે ફાયર જવાનોને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયર વિભાગના જવાનોએ સ્થળ પર પહોંચીને સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી. સમયસર આગ કાબૂમાં આવતા મોટી દુર્ઘટના ટળીઃ ફાયર વિભાગ લિડિંગ ફાયરમેન તિવારીએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, મેટોડા સ્થિત પરાગ ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ અંગેની જાણ થતાં જ અમારી ટીમો બે ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે આ આગ લાકડાના ભૂસામાં લાગી હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જોકે અમારી ટીમ દ્વારા સમયસર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લઈ લેવામાં આવતા એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આગ લાગવા પાછળનું કારણ અકબંધ સદનસીબે આ ભયાનક આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થયાના અહેવાલ નથી, જેના કારણે ફેક્ટરી સંચાલકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ફેક્ટરીની અંદર લાગેલી આ આગના કારણે લાકડાનું ભૂસું અને અન્ય સાધન-સામગ્રીને નુકસાન પહોંચ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલના તબક્કે ફેક્ટરીમાં આગ કયા ચોક્કસ કારણોસર લાગી હતી તેની કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. પરંતુ અહીં વેફર બનાવવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ આગ લાગવાનું સચોટ કારણ જાણવા ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    શનિવારનું રાશિફળ:મિથુન રાશિના લોકો માટે ગ્રહની સ્થિતિ અનુકૂળ બની રહી છે, મીન રાશિના નોકરિયાત વ્યક્તિઓ માટે રેડ સિગ્નલ
    Next Article
    Mehul Choksi's Lawyer Charged With Rape, Sexual Assault In London

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment