Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે રોડ પર વરસાદી પાણી ભરાશે નહીં:જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સામેનો માર્ગ એક ફૂટ ઊંચો બન્યો

    2 days ago

    ભુજના મહત્વપૂર્ણ 18 રિંગ રોડના નવીનીકરણનું કામ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગત દિવાળી બાદ હાથ ધરાયું છે. શહેરમાં વધતા ટ્રાફિક દબાણ અને ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને માર્ગને વધુ મજબૂત અને ટકાઉ બનાવવા વિવિધ જગ્યાએ ડામર તથા સિમેન્ટ રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યાં માર્ગની હાલત સામાન્ય છે ત્યાં ડામર વર્ક કરવામાં આવી રહ્યું છે, જ્યારે પાણી ભરાવાની સંભાવના વધુ હોય એવા વિસ્તારોમાં સિમેન્ટ કોંક્રિટ (સીસી) રોડ બનાવવામાં આવી રહ્યો છે. એરપોર્ટ રિંગ રોડ પર ત્રિમંદિર નજીક તેમજ ટોયોટા શોરૂમ પાસે સિમેન્ટથી માર્ગ મજબૂત બનાવવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સામેનો માર્ગ, જ્યાં ચોમાસા દરમિયાન સૌથી વધુ વરસાદી પાણી ભરાઈ રહે છે, ત્યાં વિશેષ આયોજન સાથે માર્ગને એક ફૂટ ઊંચો કરીને સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ અંગે વધુ માહિતી આપતા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરએ જણાવ્યું હતું કે આ માર્ગ વર્ષ 2015માં સિમેન્ટ રોડ તરીકે બનાવવામાં આવ્યો હતો. જોકે છેલ્લા 11 વર્ષ દરમિયાન વરસાદી પાણીનો માર પડતા સપાટી તથા રોડ તૂટી ગયો હતો. આરટીઓ ઓફિસ અને આર્મી વિસ્તાર તરફથી આવતા વરસાદી પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને માર્ગને વધુ એક ફૂટ ઊંચો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા લેવલ મુજબ પાણી માર્ગ પર અટકી રહેવાને બદલે સાઇડમાં નીકળી જશે, જેથી વરસાદી મોસમમાં રોડને નુકસાન થવાનું ઓછું થશે. હાલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સામેના ભાગમાં કામગીરી ચાલી રહી હોવાથી ભારે વાહનોને વિકલ્પરૂપે બાજુના સિંગલ રોડ પરથી પસાર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે કેટલાક સમય માટે આમને-સામને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. તેમ છતાં તંત્રના જણાવ્યા અનુસાર કામ પૂર્ણ થયા બાદ આશરે 400 મીટર લાંબા બંને માર્ગ વધુ પહોળા, મજબૂત અને વ્યવસ્થિત બની જશે. આ કામગીરી પૂર્ણ થતાં ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે તેમજ વરસાદી પાણીના કારણે માર્ગ તૂટી જવાની સમસ્યા પણ ન્યૂનતમ બનશે. ભાસ્કર ઇનસાઇડ નવા રોડના કારણે અકસ્માતની સંભાવના ઘટશે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જનરલ હોસ્પિટલની વચ્ચે મુક્તજીવન સ્વામી સર્કલ કે જ્યાંથી ભારે વાહનો પસાર થાય છે તે બંને બાજુએ વિસ્તાર વધી જાય તો અકસ્માતની સંભાવના ઘટી જાય. હાલ આ રસ્તા જ્યારે સરળ અને પહોળા બન્યા છે તેમજ ઢોળાવ હોવાને કારણે સ્પીડમાં આવતા વાહનો વળાંક વખતે કાબુમાં રાખવા મુશ્કેલ પડે છે, ત્યારે જો પહોળા રસ્તા હોય તો અકસ્માત ની સંભાવના ઘટી જાય. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની દિવાલ તેમજ સામે પાણી પુરવઠા અને જી.કે.જનરલ હોસ્પિટલની દીવાલ ને જો ટૂંકી કરવામાં આવે તો મોટું સર્કલ અને પહોળો માર્ગ મળી શકે.
    Click here to Read More
    Previous Article
    લોકશાહીની મજાક:કહેવાય ‘મહિલા રાજ’, પણ સત્તા ભોગવે ‘પતિરાજ’
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:ગરમીનો પારો 40° ડિગ્રી, વીજ વપરાશ 63 MWને પાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment