Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકશાહીની મજાક:કહેવાય ‘મહિલા રાજ’, પણ સત્તા ભોગવે ‘પતિરાજ’

    2 days ago

    ભારતીય બંધારણે મહિલાઓને રાજકારણમાં સમાન ભાગીદારી આપવા માટે અનામતની જોગવાઈ કરી, જેથી નારી શક્તિ સત્તાના સિંહાસન પર બેસીને સમાજમાં પરિવર્તન લાવી શકે. કચ્છમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક મહિલાઓએ વિજય મેળવ્યો છે. પરંતુ, પરિણામો બાદ જે ચિત્ર સામે આવ્યું છે તે મહિલા સશક્તિકરણના દાવાઓ સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ અનેક બેઠકો પર જોવા મળ્યું કે, વિજયનું પ્રમાણપત્ર લેવા માટે પણ મહિલા ઉમેદવાર હાજર ન હતા, વિજય સરઘસ શરૂ થતા જ મહિલા નેતા ઘરના ઉંબરે કે રસોડામાં પરત ફરી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. રસ્તાઓ પર અબીલ-ગુલાલની છોળો વચ્ચે નીકળતા સરઘસમાં મહિલા ઉમેદવારના પતિ કે તેમના પરિવારના પુરુષ સભ્યો હાર પહેરીને ફરતા જોવા મળે છે. જાણે ચૂંટણી મહિલાએ નહીં, પણ પુરુષે જીતી હોય તેવો માહોલ સર્જાય છે. વહીવટમાં ‘રબર સ્ટેમ્પ’ જેવી સ્થિતિ આ સમસ્યા માત્ર સરઘસ પૂરતી મર્યાદિત નથી. ગ્રામ્ય વિસ્તારોમાં એવી અનેક ગ્રામ અને તાલુકા પંચાયતોના પદ તો મહિલા પાસે છે, પરંતુ ઓફિસમાં ખુરશી પર તેમના પતિ કે પુત્ર કે પુરુષ સંબધી જ બિરાજમાન હોય છે. ગ્રામસભા હોય, વિકાસના કામોના નિર્ણયો હોય કે સરકારી અધિકારીઓ સાથેની મુલાકાત દરેક જગ્યાએ મહિલા પ્રતિનિધિના બદલે તેમના ‘પતિદેવ-પુત્ર’ જ વહીવટ સંભાળતા જોવા મળે છે. મહિલા ઉમેદવારનો ઉપયોગ માત્ર કાગળ પર સહી કરવા માટે જ ‘રબર સ્ટેમ્પ’ તરીકે કરવામાં આવતો હોવાની કડવી વાસ્તવિકતા આજે પણ અકબંધ છે. જાગૃતિનો અભાવ કે સામાજિક માનસિકતા? શિક્ષણ અને પ્રચારના યુગમાં પણ ગામડાઓમાં હજુ એ માનસિકતા બદલાઈ નથી કે સ્ત્રી વહીવટ કરી શકે. ઘણીવાર મહિલાઓ પોતે પણ ઘરની જવાબદારીઓ અને સામાજિક મર્યાદાઓને કારણે બહાર આવવાનું ટાળે છે, જેનો સીધો લાભ પુરુષો ઉઠાવે છે. લોકશાહીનો સાચો ઉદ્દેશ્ય ત્યારે જ સાર્થક થશે જ્યારે ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિ પોતે પોતાના નિર્ણયો લેતી થશે. જો મહિલા સશક્તિકરણને માત્ર આંકડાઓ અને અનામત પૂરતું મર્યાદિત રાખવામાં આવશે, તો ‘પતિ-રાજ’નું આ દૂષણ લોકશાહીના પાયા નબળા પાડતું રહેશે. શહેરી વિસ્તારમાં મહિલાઓનું પ્રભુત્વ દેખાયું ચૂંટણીમાં એક સુખદ પાસું પણ જોવા મળ્યું છે. ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ શહેરી વિસ્તારોમાં મહિલા સશક્તિકરણના સાચા દર્શન થઈ રહ્યા છે.ચૂંટણી પ્રચાર દરમિયાન જોવા મળ્યું હતું કે, શહેરોમાં મહિલા ઉમેદવારોએ કોઈ પણ સહાય વિના સ્વયં મોરચો સંભાળ્યો હતો. નગરપાલિકાઓના વિવિધ વિભાગો, સમિતિઓના ચેરમેન પદ અને અન્ય મહત્વના હોદ્દાઓ પર મહિલાઓ કાર્યભાર સંભાળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પેન્શનરો માટે રાહતના સમાચાર:પેન્શનરો પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા બનાવી શકશે હયાતીનું પ્રમાણપત્ર
    Next Article
    હવે રોડ પર વરસાદી પાણી ભરાશે નહીં:જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સામેનો માર્ગ એક ફૂટ ઊંચો બન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment