Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેન્શનરો માટે રાહતના સમાચાર:પેન્શનરો પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા બનાવી શકશે હયાતીનું પ્રમાણપત્ર

    2 days ago

    ગુજરાત સરકારના પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં. આ સેવા પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો દ્વારા તેમના ઘરે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભુજના અધિક્ષક ડાકઘરના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ તેમજ નાણાં સચિવ સંદીપ કુમારની હાજરીમાં ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ) અંતર્ગત પેન્શનરોને 1 મે થી 31 જુલાઈ દરમિયાન તેમના ઘરે નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા આપવામાં આવશે. આ સમજૂતી પર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક તરફથી આસિસ્ટન્ટ જનરલ મેનેજર રણવીરસિંહ તથા ગુજરાત સરકાર તરફથી નાણાં વિભાગના નિદેશક અમિત મીણાએ હસ્તાક્ષર કર્યા હતા. આ અવસર પર પોસ્ટ પેમેન્ટ બેંકના ચીફ મેનેજર અભિજીત જીભકાટે અને સિનિયર મેનેજર સંતોષ કુમાર પણ હાજર રહ્યા. આ પહેલનો મુખ્ય હેતુ ફેસ ઓથેન્ટિકેશન (ચહેરા આધારિત પ્રમાણિકરણ) ટેક્નોલોજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. પેન્શનધારકોને ડિજિટલ બાયોમેટ્રિક સર્ટિફિકેશન દ્વારા થોડી જ વારમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ આપવામાં આવશે, જેની ડિજિટલ નકલ પેન્શન કચેરી સુધી પણ પહોંચાડી આપવામાં આવશે. જીવન પ્રમાણપત્ર માટે પેન્શનરને આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ નંબર ઘરે આવનારા પોસ્ટમેનને આપવા પડશે. પેન્શનરને તેના મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા પ્રમાણ આઈડી પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને jeevanpramaan.gov.in/ppouser/login પરથી ડાઉનલોડ કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    ઝડપી ફાયર સુવિધાનો અભાવ:ભુજ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આગની ઘટનાઓ વધી
    Next Article
    લોકશાહીની મજાક:કહેવાય ‘મહિલા રાજ’, પણ સત્તા ભોગવે ‘પતિરાજ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment