Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝડપી ફાયર સુવિધાનો અભાવ:ભુજ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આગની ઘટનાઓ વધી

    2 days ago

    કચ્છનો ભૌગોલિક રીતે સૌથી મોટો એવો ભુજ તાલુકો આજે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે, પરંતુ આ વિશાળ ફલક પર પાયાની ગણાતી ફાયર ફાઈટિંગની સુવિધા નબળી હોવાનું સામે આવ્યું છે. ભુજ તાલુકામાં આહિર પટ્ટી, પટેલ ચોવીસી, બન્ની, પચ્છમ અને ખાવડા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. એક તરફ ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક અને ધોરડોમાં રણોત્સવ હોય છે, બીજી તરફ આહિરપટ્ટી અને પટેલ ચોવીસીના ગામડાઓમાં ખેતીની સાથે ખનીજ આધારિત ફેક્ટરીઓ અને મોટી કંપનીઓ ધમધમી રહી છે. આટલા વ્યાપક વિસ્તાર વચ્ચે માત્ર ભુજ શહેર પર ફાયરની સુવિધા નિર્ભર હોવાથી ગ્રામ્ય જનતા મુશ્કેલી અનુભવે છે. વર્તમાન ઉનાળાની સીઝનમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે પવનની તેજ ગતિ અને વાતાવરણમાં વધેલા તાપમાનને કારણે શોર્ટ સર્કિટ તેમજ સૂકા ઘાસમાં આગ લાગવાના બનાવોમાં ઉછાળો આવ્યો છે. દરરોજ 3 થી 4 આગની ઘટનાઓ નોંધાઈ રહી છે, ભુજથી ખાવડા કે આહિર પટ્ટીના છેવાડાના ગામો 50 થી 60 કિલોમીટરના અંતરે આવેલા છે. જ્યારે કોઈ સ્થળે આગ લાગે ત્યારે ભુજથી ફાયર બ્રિગેડની ગાડી રવાના કરવામાં આવે છે, પરંતુ અંતર અને રસ્તાની મર્યાદાને કારણે ગાડી પહોંચતા કલાક થઈ જાય અને આ સમયગાળા દરમિયાન આગ એટલી વિકરાળ બની જાય છે કે સ્થાનિક લોકો માટે તેને કાબૂમાં લેવી અશક્ય બને છે. હાલમાં આગની ઘટનાઓ બને ત્યારે પધ્ધર અને ખાવડા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીઓના ફાયર ફાઈટર્સ ઉપયોગી થયા છે. જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. સ્થાનિક જાગૃત નાગરિકોના મતે ખાવડા જેવા મોટા સેન્ટર અને પધ્ધર કે કુકમા જેવા ઉદ્યોગ ધરાવતા ગામોમાં કાયમી ધોરણે સરકારી ફાયર સ્ટેશન હોવું અનિવાર્ય છે. પંચાયતની નવી બોડી પાસે લોકોને અપેક્ષા હાલમાં જ તાલુકા પંચાયતની ચૂંટણીઓ સંપન્ન થઈ છે અને નવી ચૂંટાયેલી પાંખ સત્તા સંભાળવા જઈ રહી છે, ત્યારે મતદારોએ અપેક્ષા વ્યક્ત કરી છે કે ચૂંટણી સમયે સુવિધાઓ આપવાના વાયદા કરનાર ઉમેદવારો હવે આ ગંભીર મુદ્દે જિલ્લા પંચાયત અને સરકારમાં રજૂઆત કરી યોગ્ય નિર્ણય લેવડાવે. જો છેવાડાના વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે સરકારી ફાયર સબ-સ્ટેશનો ઉભા કરવામાં આવે, તો જ ભવિષ્યની મોટી જાન-માલની હાનિ અટકાવી શકાય તેમ છે.
    Click here to Read More
    Previous Article
    રાજકીય હલચલ તેજ બની:મે મહિનાના પ્રથમ પંદર દિવસમાં નગરપાલિકાના સુકાની જાહેર થશે
    Next Article
    પેન્શનરો માટે રાહતના સમાચાર:પેન્શનરો પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા બનાવી શકશે હયાતીનું પ્રમાણપત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment