Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકીય હલચલ તેજ બની:મે મહિનાના પ્રથમ પંદર દિવસમાં નગરપાલિકાના સુકાની જાહેર થશે

    2 days ago

    ભુજ સહિત રાજ્યભરની નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં સત્તાના સુકાન કોણ સંભાળશે તે અંગે રાજકીય હલચલ તેજ બની છે. ભુજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ 28 બેઠકો મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હોવાથી સત્તા પક્ષ તરીકે ભાજપનું શાસન નિશ્ચિત બન્યું છે, હવે સૌની નજર પ્રમુખ, કારોબારી ચેરમેન અને વિવિધ સમિતિઓના હોદ્દેદારોની પસંદગી પર કેન્દ્રિત થઈ છે. ભાજપ જિલ્લા પ્રમુખ દેવજી વરચંદે જણાવ્યું હતું કે, આગામી 4 તારીખે પ્રદેશ કક્ષાના નિરીક્ષકો ભુજ આવશે અને ભાજપના તમામ નવનિયુક્ત નગરસેવકો સાથે બેઠક યોજશે. આ પ્રક્રિયામાં દરેક સભ્યનું મૂલ્યાંકન કરી પ્રમુખ અને કારોબારી ચેરમેન માટે સૌથી યોગ્ય દાવેદારોની પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ પસંદ કરાયેલા એકથી ત્રણ નામ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરાશે. કચ્છના છ ધારાસભ્યો, સાંસદ, જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થાઓ માટેના હોદ્દેદારો અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. પક્ષ દ્વારા મંજૂરી મળ્યા બાદ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સરકારી પ્રક્રિયા મુજબ પ્રાંત અધિકારી દ્વારા ભુજ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવશે, જેમાં સત્તાધારી પક્ષને પ્રમુખ અને કારોબારી ચેરમેનના નામ જાહેર કરવા આમંત્રણ અપાશે. રાજ્યમાં એકજેવી પ્રક્રિયા શરૂ કરાશે પ્રાંત અધિકારી અનિલ જાદવે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં પક્ષો દ્વારા હોદ્દેદારો નક્કી થયા બાદ રાજ્યસ્તરે સામાન્ય રીતે એક જ તારીખે તમામ નગરપાલિકાની સામન્ય સભા બોલાવી જાહેરાત કરવામાં આવે છે. મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની સભાઓ પણ નિશ્ચિત તારીખે બોલાવવામાં આવે છે. તેમાં સત્તાધારી પક્ષો તેમના હોદ્દેદારો જાહેર કરે છે. ભુજ નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને કારોબારી ચેરમેન કોણ બનશે તે અંગે રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    4 મેથી ઉનાળુ વેકેશન જાહેર:8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે
    Next Article
    ઝડપી ફાયર સુવિધાનો અભાવ:ભુજ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આગની ઘટનાઓ વધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment