Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:ગરમીનો પારો 40° ડિગ્રી, વીજ વપરાશ 63 MWને પાર

    2 days ago

    ઉનાળાની શરૂઆત સાથે ભુજમાં વીજ વપરાશમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વધતી ગરમીને કારણે એર કન્ડિશનરનો વધતો ઉપયોગ અને ઘર આંગણે સોલાર પેનલના વપરાશથી વીજળીના બિલમાં રાહત મળતા લોકો વધુ ઠંડક આપતા સાધનો વાપરતા થયા છે. પરિણામે એપ્રિલ મહિનામાં ભુજનો કુલ વીજ વપરાશ 63 મેગાવોટ એટલે કે અંદાજે 63,130 કિલોવોટ સુધી પહોંચી ગયો છે. છેલ્લા 15 દિવસથી તાપમાન સતત 40 ડિગ્રીથી ઉપર રહેતાં એર કન્ડિશનર વિના રહેવું મુશ્કેલ બન્યું છે. ગેટકોમાંથી મળતી માહિતી મુજબ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન દર મહિને અંદાજે પાંચ મેગાવોટ જેટલો વીજ વપરાશ વધતો ગયો હતો અને મે-જૂન દરમિયાન તેમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાં પીજીવીસીએલને વીજ પુરવઠો પહોંચાડવા માટે ચાર સબ ડિવિઝન કાર્યરત છે, જેના આધારે વીજ વિતરણ અને લોડ મેનેજમેન્ટ કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં ઉતરોતર વીજ વપરાશ વધવાનું મુખ્ય કારણ સોલાર પેનલનો વધતો વપરાશ છે. સૂર્ય ઉર્જા પેદા થવાને કારણે એક મધ્યમ વર્ગનું ₹1,00,000 નું રોકાણ દર મહિને લગભગ શૂન્ય વીજબીલ લઈ આવે છે. માટે જ પંખા આધારિત પરિવારો પણ હવે એર કન્ડિશનર આધારિત થયા છે. વીજ વપરાશ વધ્યો સામે સોલાર પેનલનું વીજ ઉત્પાદન વળતર વાળી આપે છે. ભાસ્કર નોલેજ 2 કિલોવોટની સોલાર પેનલ મધ્યમ વર્ગ માટે શૂન્ય વિજ બિલ લાવશે વધતા વીજળીના બિલ વચ્ચે હવે ઘરેલુ ગ્રાહકો માટે 2kW સોલાર સિસ્ટમ બચતનો અસરકારક વિકલ્પ બની રહી છે. ઘરની છત પર 2kW સોલાર સિસ્ટમ લગાવવાથી મહિને વીજળીના બિલમાં ઘટાડો શક્ય બને છે. પૂરતા સૂર્યપ્રકાશ સાથે 2kW સોલાર સિસ્ટમ દર વર્ષે સરેરાશ 2800થી 2900 યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. આ ક્ષમતા ખાસ કરીને 2 થી 3 સભ્યો ધરાવતા નાના પરિવારો માટે યોગ્ય માનવામાં આવે છે, જ્યાં વીજ વપરાશ મધ્યમ હોય. આ સિસ્ટમ દ્વારા 2-3 પંખા, લાઇટો, રેફ્રિજરેટર, ટીવી, મિક્સર, માઇક્રોવેવ અને ઇન્ડક્શન કૂકર જેવા ઘરેલુ ઉપકરણો સરળતાથી ચલાવી શકાય છે. ટેકનિકલ રીતે એર કન્ડિશનર પણ ચલાવી શકાય, પરંતુ સતત ઉપયોગ માટે તે વ્યવહારુ માનવામાં આવતું નથી કારણ કે AC વધુ વીજળી વાપરે છે. લોડ મેનેજમેન્ટ સાથે 1-ટનનું AC ચલાવવું શક્ય બને છે. ગેટકો દ્વારા ભુજના ચાર સબ ડિવિઝનમાં વીજ વપરાશના આંકડા (મેગાવોટમાં) વીજ વપરાશ વધતા ગેટકો દ્વારા કુલ ચાર સબ ડિવિઝન કાર્યરત કરાયા છે
    Click here to Read More
    Previous Article
    હવે રોડ પર વરસાદી પાણી ભરાશે નહીં:જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સામેનો માર્ગ એક ફૂટ ઊંચો બન્યો
    Next Article
    Fatafat Gujarati News LIVE | આજના તમામ મહત્વના સમાચાર | Superfast News | Weather Updates | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment