Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:ચૂંટણીનું રાજકારણ પૂરું, હવે પદ માટે પોલિટિક્સ શરૂ

    9 hours ago

    કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં જનતાએ સ્પષ્ટ જનાદેશ આપી દીધો છે. એક મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાઓ પર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવી ફરી એકવાર પોતાનો ગઢ અકબંધ રાખ્યો છે. જોકે, ચૂંટણીના પરિણામો જાહેર થતા જ હવે રાજકારણનો બીજો તબક્કો શરૂ થયો છે, અને તે છે ‘સત્તાનું સિંહાસન’. કચ્છની એકમાત્ર મહાનગરપાલિકા એવી ગાંધીધામમાં વિજય બાદ હવે સૌની નજર ‘મેયર’ અને ‘સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન’ જેવા પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર છે. આ પદ મેળવવા માટે ભાજપના નેતાઓએ પોલિટિક્સ શરૂ કરી દીધું છે. ગાંધીધામના આર્થિક અને ભૌગોલિક મહત્વને જોતા સ્ટેન્ડિંગ ચેરમેનનું પદ પણ અતિ મહત્વનું મનાય છે, જેના માટે અત્યારથી જ પડદા પાછળની ગતિવિધિઓ તેજ બની છે. જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટેની અટકળો પર પહેલેથી જ વિરામ મુકાયેલું છે. અનામતની જોગવાઈ મુજબ, સામખિયાળી અને અંજારની ભીમાસર ચકાસર બેઠક પરથી જીતેલા મહિલા ઉમેદવાર જ આગામી અઢી વર્ષ માટે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શપથ લેશે. જોકે, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન જેવા મહત્વના પદ માટે ચૂંટાયેલા સભ્યોમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. શા માટે આ પદો મહત્વના છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ અને ચેરમેન પાસે બજેટ ફાળવણી અને વિકાસ કામોને મંજૂરી આપવાની સીધી સત્તા હોય છે. ખાસ કરીને 15માં નાણાપંચની ગ્રાન્ટના ઉપયોગમાં આ હોદ્દેદારોની ભૂમિકા નિર્ણાયક રહે છે, જે આગામી વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ માટે પાયાની કામગીરી ગણાય છે. નિરીક્ષકોનો ‘સેન્સ’ અને ગાંધીનગરનું ‘ગ્રીન સિગ્નલ’ આગામી 4 મેના રોજ ભાજપના નિરીક્ષકો કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. આ નિરીક્ષકો તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમનો અભિપ્રાય લેશે. આ પ્રક્રિયા બાદ તમામ વિગતો ગાંધીનગર ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. અંતિમ મહોર મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ લાગશે. 4 મેની બેઠક બાદ કચ્છના રાજકીય ફલક પર નવા ચહેરાઓનો ઉદય થશે કે જૂના જોગીઓનું વર્ચસ્વ જળવાશે, તેના પર સૌની મીટ મંડાયેલી છે. પાલિકા અને તાલુકા પંચાયતોમાં સત્તાના સોગઠાની ગોઠવણ પાંચ નગરપાલિકા અને નવ તાલુકા પંચાયતોમાં પણ પ્રમુખ પદ માટે લોબિંગનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ગલીએ ગલીએ ફરીને મતદારોને રિઝવનારા ઉમેદવારો હવે પ્રદેશ અને જિલ્લા કક્ષાના મોવડી મંડળને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગાંધીનગરથી લઈ જિલ્લા કાર્યાલયો સુધી દાવેદારોના આંટાફેરા વધી ગયા છે. પાલિકા અને તાલુકા પંચાયતોમાં જ્ઞાતિ સમીકરણો, પક્ષ પ્રત્યેની વફાદારી અને વહીવટી અનુભવને ધ્યાનમાં રાખીને નામોની પસંદગી કરવામાં આવશે તેવું મનાય છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે યુદ્ધની મંજૂરી આપતો પ્રસ્તાવ ટાળ્યો:અમેરિકી સંરક્ષણ મંત્રી બોલ્યા- દેશમાં યુદ્ધનો વિરોધ કરનારા લોકો ઈરાન કરતાં મોટો ખતરો
    Next Article
    4 મેથી ઉનાળુ વેકેશન જાહેર:8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment