Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે યુદ્ધની મંજૂરી આપતો પ્રસ્તાવ ટાળ્યો:અમેરિકી સંરક્ષણ મંત્રી બોલ્યા- દેશમાં યુદ્ધનો વિરોધ કરનારા લોકો ઈરાન કરતાં મોટો ખતરો

    14 hours ago

    ટ્રમ્પે ઈરાન યુદ્ધની મંજૂરી માટે સંસદમાં પ્રસ્તાવ રાખવાનો ઈરાદો હાલ પૂરતો ટાળી દીધો છે. યુદ્ધનો 60 દિવસનો સમયગાળો પૂર્ણ થયા બાદ, ટ્રમ્પે તેને આગળ ચાલુ રાખવા માટે 1 મેના રોજ પ્રસ્તાવ રજૂ કરવાનો હતો. અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિને 60 દિવસથી વધુ સમય માટે યુદ્ધ ચાલુ રાખવા માટે સંસદની મંજૂરી લેવાની જરૂર નથી. તેમનું કહેવું હતું કે ઈરાન સાથે જે યુદ્ધવિરામ છે, તેના કારણે આ 60 દિવસની સમયમર્યાદા અટકી ગઈ છે. તેમણે ઉમેર્યું કે આ સમયે સૌથી મોટો ખતરો ઈરાન નથી, પરંતુ તે લોકો છે જેઓ યુદ્ધનો વિરોધ કરી રહ્યા છે, જેમાં કેટલાક ડેમોક્રેટ્સ અને કેટલાક રિપબ્લિકન પણ સામેલ છે. વિયેતનામ યુદ્ધ પછી 60 દિવસનો કાયદો આવ્યો અમેરિકામાં વિયેતનામ યુદ્ધ પછી એક કાયદો બનાવવામાં આવ્યો હતો, જેને ‘વોર પાવર્સ રિઝોલ્યુશન’ કહેવામાં આવે છે. આ કાયદા મુજબ, રાષ્ટ્રપતિ સંસદની મંજૂરી વિના માત્ર 60 દિવસ સુધી જ સેનાનો ઉપયોગ કરી શકે છે. આ કાયદા હેઠળ રાષ્ટ્રપતિએ કાં તો સેના પાછી બોલાવવી પડે છે, અથવા યુદ્ધ ચાલુ રાખવા માટે સંસદની મંજૂરી લેવી પડે છે, અથવા તો 30 દિવસનો વધારાનો સમય માંગવો પડે છે. ટ્રમ્પે 1 માર્ચના રોજ સંસદમાં ઈરાન પર હુમલાની જાણકારી આપી હતી. આ સંજોગોમાં 60 દિવસની સમયમર્યાદા 1 મેના રોજ પૂરી થઈ જશે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ‘Ecocide’: How international law falls short in addressing the environmental toll of war
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:ચૂંટણીનું રાજકારણ પૂરું, હવે પદ માટે પોલિટિક્સ શરૂ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment