Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હ્યૂમન રાઇટ્સ કમિટીની ગંભીર ચેતવણી:વિશ્વામિત્રીમાં ઠલવાયેલો કાટમાળ હટાવો, નહીં તો આ ચોમાસામાં વડોદરા ફરી ડૂબશે

    14 hours ago

    શહેરમાં વર્ષ 2026ના આગામી ચોમાસા દરમિયાન સંભવિત પૂર અને જળ બંબાકારની ગંભીર સ્થિતિને રોકવા માટે હ્યૂમન રાઇટ્સ કમિશન દ્વારા નિમવામાં આવેલી નિષ્ણાત સમિતિએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી ગંભીર ચેતવણી આપી છે. પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, વિશ્વામિત્રી નદીના પૂરનાં મેદાનોમાં વર્ષોથી પડેલો જૂનો કચરો અને હાલમાં બેરોકટોક ઠાલવવામાં આવતો બાંધકામનો કાટમાળ નદીના કુદરતી પ્રવાહને અવરોધી રહ્યો છે. જો આ કચરો ત્વરિત હટાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં સર્જાનારી પૂરની હોનારત માટે પાલિકા સીધી જવાબદાર રહેશે. નિષ્ણાતોની સમિતિએ અવલોકન કર્યું છે કે, તંત્ર પાસે હાલમાં પૂરતા સ્ટાફ અને પ્રોસેસિંગ પ્લાન્ટનો અભાવ હોવાથી આ સમસ્યા વકરી છે. આ સ્થિતિમાં કમિટીએ ભલામણ કરી છે કે 2025માં અપનાવવામાં આવેલી ડ્રેજિંગ પ્રક્રિયાની જેમ જ મોટાં બાંધકામ ઉદ્યોગોની મદદ લઈ આ કાટમાળને ત્વરિત હટાવવામાં આવે. કમિટીએ ઉમેર્યું હતું કે, નદીના પૂરનાં મેદાનોમાં કચરો ઠાલવવાની કારણે પાણી વહન કરવાની ક્ષમતામાં મોટો ઘટાડો થયો છે. જો વહેલી તકે સફાઈ કામગીરી શરૂ નહીં થાય તો ચોમાસામાં વરસાદની સામાન્ય અનિશ્ચિતતા પણ શહેરને ફરી જળ બંબાકારની સ્થિતિમાં ધકેલી શકે છે. હ્યૂમન રાઇટ્સ કમિશનમાં અત્યાર સુધી અપાયેલા 5 રિપોર્ટમાં ક્ષતિ ગણાવાઈ સીએન્ડ ડી વેસ્ટ પ્લાન્ટની ક્ષમતા વધારવા ટકોર કમિટીએ નદીના પૂર વિસ્તારમાં ઠલવાયેલા કાટમાળને કાઢ્યા બાદ તેના પ્રોસેસિંગ પ્લાન્ટ માટેની ક્ષમતા પર પણ સવાલ ઉઠાવ્યા છે. અટલાદરા ખાતેનો સીએન્ડડી વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની ક્ષમતા વધારવા ટકોર કરાઈ છે. નદીના પૂર વિસ્તારમાં 5 લાખ મે. ટન કાટમાળ, વહેલીતકે કાઢવા સૂચન વિશ્વામિત્રી કમિટીએ ચોથા નંબરના રિપોર્ટમાં સમા ભરવાડવાસ, મંગલ પાડે રોડ, નરહરિ બ્રિજ, અકોટા સ્મશાન પાછળ, ભીમનાથ બ્રિજ પાસે, મુજમહુડા બ્રિજ નજીક, વડસર બ્રિજ સહિતના નદીના પૂર વિસ્તારમાં અનેક ઠેકાણે કાટમાળ ઠલવાયો હોવાનો ઉલ્લેખ કર્યો છે. એક અંદાજ મુજબ 5 લાખ મેટ્રિક ટન જેટલો કાટમાળ હોવાનું મનાય છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:જ્યુબિલીબાગમાં 115 વર્ષ જૂની ‘અમિતાભ’ સ્વરૂપની બુદ્ધ પ્રતિમા મહારાજા સયાજીરાવે જાપાનના 2 કલાકારો પાસે તૈયાર કરાવી હતી
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રીપોર્ટ‎:હાઇવે પર મોતના ખાડા : ગ્રીડથી ગણેશ સિસોદ્રા‎સુધીમાં 3 મહિનામાં 10 અકસ્માતમાં 7ના મોત‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment