Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રીપોર્ટ‎:હાઇવે પર મોતના ખાડા : ગ્રીડથી ગણેશ સિસોદ્રા‎સુધીમાં 3 મહિનામાં 10 અકસ્માતમાં 7ના મોત‎

    16 hours ago

    નવસારીમાંથી પસાર થતાં હાઇવે-48 ગ્રીડ ઓવરબ્રિજથી ગણેશ સિસોદ્રા ઓવરબ્રિજ સુધી હાઈવેની સાઈડમાં આવેલી વરસાદી પાણીની ગટર હાલ રાહદારીઓ અને વાહનચાલકો માટે "ડેથ ટ્રેપ" સાબિત થઈ રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં આ વિસ્તારમાં અંદાજે 10થી વધુ નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. જેમાં અંધારાના કારણે અનેક ટુ-વ્હિલર ચાલકો ગટરમાં ખાબક્યા છે અને ગંભીર ઈજા પામ્યા છે. વહીવટી તંત્રની નિષ્કાળજીના કારણે આ માર્ગ હવે જોખમી બની ગયો છે. નવસારી સ્ટેટ હાઇવે-48 પર આવેલ ગ્રીડથી ગણેશ સિસોદ્રા ઓવરબ્રિજ સુધી આશરે 2 કિમી સુધીના માર્ગ પર વરસાદી પાણીની ગટર બનાવી હતી. આ વરસાદી ગટર બે વર્ષ પહેલા સારી હાલતમાં હતી પરંતુ બે માસથી ઠેકઠેકાણે તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. જેને લઇ આજુબાજુ રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રિના સમયે આ વરસાદી ગટર ખુલ્લી હોય તેમાં અકસ્માતે લોકો પડી જવાની ઘટના પણ બની છે, જેને લઇ દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. જેને લઈને સ્થાનિકોએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. નવસારીના સ્ટેટ હાઈવે-48 પર ગ્રીડ બ્રિજ પુરા થયા બાદ આરક સિસોદ્રા ગામથી લઈ ઉન તરફ આગળ જતા લોખંડની બેરીકેટ પણ બનાવી હતી તે પણ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. આ બાબતે લોકોએ હાઇવે ઓથોરિટીને જાણ પણ કરવા છતાં કોઈપણ કાર્યવાહી થઇ ન હતી. ચોમાસામાં વરસાદ પડશે ત્યારે પાણી બ્લોકેજના કારણે હાઇવે પર પાણી ભરાય તેવી પુરી શક્યતા છે. ભાસ્કર ઇનસાઇડ હાઈવે પર સુરક્ષાના અભાવે અકસ્માતની સંખ્યા વધી સ્થાનિકોના મંતવ્ય
    Click here to Read More
    Previous Article
    હ્યૂમન રાઇટ્સ કમિટીની ગંભીર ચેતવણી:વિશ્વામિત્રીમાં ઠલવાયેલો કાટમાળ હટાવો, નહીં તો આ ચોમાસામાં વડોદરા ફરી ડૂબશે
    Next Article
    નવસારીની દીકરીઓનો ક્રિકેટમાં દબદબો:મૈત્રીની BCCI ના એલાઇટ કેમ્પમાં પસંદગી, ક્રિકેટર VVS લક્ષ્મણ આપશે ટ્રેનિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment