Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીની દીકરીઓનો ક્રિકેટમાં દબદબો:મૈત્રીની BCCI ના એલાઇટ કેમ્પમાં પસંદગી, ક્રિકેટર VVS લક્ષ્મણ આપશે ટ્રેનિંગ

    17 hours ago

    નવસારીની એસ.એસ. અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડેમીની બે હોનહાર ખેલાડીઓએ ક્રિકેટ જગતમાં જિલ્લાનું નામ રોશન કર્યું છે. બેંગ્લોરમાં 27 એપ્રિલથી શરૂ થયેલા BCCI આયોજિત U-19 ગર્લ્સ એલાઇટ કેમ્પમાં નવસારીની મૈત્રી મણિયારની પસંદગી થઈ છે. મૈત્રી નવસારી જિલ્લાની એવી પ્રથમ મહિલા ખેલાડી બની છે જે BCCIના આ પ્રતિષ્ઠિત કેમ્પમાં સ્થાન પામી હોય. તે હવે ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વી.વી.એસ. લક્ષ્મણના માર્ગદર્શન હેઠળ સીઓઇ (Center of Excellence) કેમ્પમાં ક્રિકેટના પાઠ શીખશે.​ બીજી તરફ, એકેડેમીની જ અન્ય એક પ્રતિભાશાળી ખેલાડી નિયા પટેલે પણ મેદાન માર્યું છે. દહાણુમાં યોજાયેલ U-17 વેસ્ટ ઝોન ચેમ્પિ.માં ‘બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ'નો ખિતાબ જીત્યા બાદ, તેની પસંદગી આગામી U-17 વુમન્સ વેસ્ટ ઝોન ટુર્ના.માં કરાઇ છે. બન્ને દીકરીઓની પસંદગીથી અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડેમીના હેડ કોચ કાંતિ પટેલ, હિતેશ પટેલ, ટ્રસ્ટી મુકેશ અગ્રવાલ સહિત સમગ્ર કોચિંગ સ્ટાફે અભિનંદન પાઠવ્યા છે. 7 વર્ષની ઉંમરે સફર શરૂ કરી ​મૈત્રી મણિયારની આ સફળતા પાછળ તેની વર્ષોની સખત મહેનત છે. માત્ર 7 વર્ષની નાની ઉંમરે બેટ પકડનાર મૈત્રીએ 16 વર્ષની વય સુધીમાં બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) તરફથી U-15, 17, 19 અને U-23 એમ તમામ વયજૂથમાં રમીને શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની આ સફરમાં કોચ કાંતિ પટેલનું માર્ગદર્શન અને પરિવારનો ત્યાગ પાયામાં રહ્યો છે. નિયા પટેલ ટુર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ બોલર બની ​એસ.એસ. અગ્રવાલ એકેડેમીની ચાર ખેલાડીઓ (મૈત્રી, નિયા, આધ્યા અને‎વૃત્તિ) એ વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં નિયા પટેલે‎સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટો ઝડપીને પોતાની ફિરકીનો જાદુ‎ચલાવ્યો હતો. આ શાનદાર પ્રદર્શનના જોરે તે હવે દહાણુમાં રમાનારી‎મહત્વની ટુર્નામેન્ટમાં પોતાની બોલિંગની ધાર બતાવશે.‎‎
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રીપોર્ટ‎:હાઇવે પર મોતના ખાડા : ગ્રીડથી ગણેશ સિસોદ્રા‎સુધીમાં 3 મહિનામાં 10 અકસ્માતમાં 7ના મોત‎
    Next Article
    વેધર રિપોર્ટ:નવસારીમાં ભેજનું પ્રમાણ 92 % પહોંચતા નગરજનો પરસેવે રેબઝેબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment