Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:જ્યુબિલીબાગમાં 115 વર્ષ જૂની ‘અમિતાભ’ સ્વરૂપની બુદ્ધ પ્રતિમા મહારાજા સયાજીરાવે જાપાનના 2 કલાકારો પાસે તૈયાર કરાવી હતી

    13 hours ago

    જ્યુબિલીબાગમાં સ્થાપિત ભગવાન બુદ્ધની પ્રતિમા મહારાજા સયાજીરાવની દીર્ઘદૃષ્ટિ અને કલાપ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. 1911માં જાપાન મુલાકાત વખતે મહારાજાએ સુપ્રસિદ્ધ ‘કામાકુરા’ પ્રતિમાથી પ્રભાવિત થઈ તેના જેવી લઘુકદની મૂર્તિનો ઓર્ડર આપ્યો હતો. જાપાની શિલ્પકાર બેલડી સેસેઇ ઓકાઝાકી અને ઓસાઓ વાતનાબે દ્વારા તૈયાર કરાયેલી કાંસાની પ્રતિમા 1912માં સ્થાપિત કરાઈ હતી. અહીં ભગવાન બુદ્ધ 18 પાંદડીવાળા કમળ પર અમિતાભ (અનંત પ્રકાશ) રૂપે બિરાજમાન છે. ધ્યાન મુદ્રામાં પ્રતિમાના ડાબા હાથ નીચે આજે પણ જાપાનીઝ લિપિ જોઈ શકાય છે. કામાકુરાની મૂળ મૂર્તિની જેમ તેને બંધ મંદિરને બદલે ખુલ્લા આકાશ નીચે પ્લેટફોર્મ પર સ્થાપિત કરાઈ છે, જેથી ચારે તરફથી દર્શન થઈ શકે. 4.50 ટન વજન ધરાવતી પ્રતિમા આજે પણ શાંતિ અને સદભાવનો સંદેશો આપે છે. MSUમાં ભગવાન બુદ્ધના વાસ્તવિક અસ્થિ અવશેષો 1959-1963 વચ્ચે અરવલ્લીના ભીલોડા પાસે પુરાતત્ત્વ ખોદકામ વખતે સ્તૂપ મળ્યો હતો. સ્તૂપમાં પથ્થરની પેટી (પવિત્ર મંજૂષા)માંથી ભગવાન બુદ્ધના અસ્થિ અવશેષો મળ્યા હતા. આ અવશેષ સાથે સોનાનાં પતરાં અને કીમતી મણકા મળ્યા હતા. આ અવશેષો હાલમાં એમએસ યુનિવર્સિટીના મ્યુઝિયમમાં છે અને કેટલાક મહિના અગાઉ જ શ્રીલંકા દર્શનાર્થે મોકલાયા હતા. ભગવાન બુદ્ધ ધ્યાન મુદ્રામાં હાથના બે અંગૂઠા એકબીજાને સ્પર્શે તે રીતે એટલે કે ‘અમિતાભ’ સ્વરૂપે બિરાજમાન છે, જે શાંતિ અને સદભાવનો સંદેશો આપે છે.
    Click here to Read More
    Previous Article
    પુરુષ કે મહિલાની સ્પષ્ટતા ન હોવાથી નવું સમીકરણ:એસસી માટે અનામત મેયર પદમાં હવે મહિલા પણ રેસમાં
    Next Article
    હ્યૂમન રાઇટ્સ કમિટીની ગંભીર ચેતવણી:વિશ્વામિત્રીમાં ઠલવાયેલો કાટમાળ હટાવો, નહીં તો આ ચોમાસામાં વડોદરા ફરી ડૂબશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment