Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુરુષ કે મહિલાની સ્પષ્ટતા ન હોવાથી નવું સમીકરણ:એસસી માટે અનામત મેયર પદમાં હવે મહિલા પણ રેસમાં

    12 hours ago

    પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ હવે સમગ્ર શહેરની નજર નવા મેયર કોણ બનશે તેના પર ટકેલી છે. આ વર્ષે મેયરનું પદ અનુસૂચિત જાતિ માટે અનામત રખાયું છે. સૌથી મોટી ચર્ચા એ છે કે ભાજપ સંગઠન આ પદ માટે કોઈ પુરુષ ઉમેદવારને બદલે મહિલાને પ્રાધાન્ય આપી શકે છે. ભાજપ દ્વારા મેયરની પસંદગીમાં ‘સરપ્રાઇઝ’ આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારના ‘33 ટકા મહિલા અનામત બિલ’ના સ્પિરિટને સાકાર કરવા મહિલાની મેયર તરીકે વરણી કરાય તેવી પ્રબળ શક્યતા છે.આ સંજોગોમાં વોર્ડ નંબર 13નાં વિજેતા ઉમેદવાર ગીતાબેન મકવાણાનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. તેમની શૈક્ષણિક લાયકાત તેમની દાવેદારીને મજબૂત બનાવે છે. તેઓ બી.કોમ. અને એલ.એલ.બી. સુધીનો ઉચ્ચ અભ્યાસ ધરાવે છે. ભાજપના આંતરિક સૂત્રો મુજબ, જો પુરુષ ઉમેદવારોના નામ પર કોઈ પણ પ્રકારનો મતભેદ સર્જાય તો ગીતાબેન જેવા શિક્ષિત અને સક્ષમ મહિલા પક્ષની પ્રથમ પસંદગી બની શકે છે. બીજી તરફ, વોર્ડ નંબર 17ના વિજેતા મીનાબેન પરમાર પણ આ રેસમાં સામેલ છે, જોકે તેમની શૈક્ષણિક લાયકાત ધોરણ 9 સુધીની છે. પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો અજય ડાભી (વોર્ડ-8), સમીર વાઘેલા (વોર્ડ-12) અને ચેતન પરમાર (વોર્ડ-18) પણ મેયર પદ માટે દાવેદારી કરી રહ્યા છે. જોકે ભાજપના ‘મહિલા સશક્તિકરણ’ના એજન્ડા અને બદલાતા રાજકીય પ્રવાહને જોતાં, પુરુષ દાવેદારો આ વખતે પાછળ રહી જાય તેમ જણાય છે. અંતિમ નિર્ણય હવે પ્રદેશ નેતાગીરી પર નિર્ભર છે. પ્રદેશના નિરીક્ષકો સંભવિત નામો પર મંતવ્ય લેશે
    Click here to Read More
    Previous Article
    તંત્રની લાલિયાવાડી છતી થઈ:કોંગ્રેસના કોર્પોરેટરની મુલાકાતમાં પોલ ખૂલી ગાજરાવાડીનો સંપ ખુલ્લો, પાણી દુર્ગંધયુક્ત
    Next Article
    સિટી એન્કર:જ્યુબિલીબાગમાં 115 વર્ષ જૂની ‘અમિતાભ’ સ્વરૂપની બુદ્ધ પ્રતિમા મહારાજા સયાજીરાવે જાપાનના 2 કલાકારો પાસે તૈયાર કરાવી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment