Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્રની લાલિયાવાડી છતી થઈ:કોંગ્રેસના કોર્પોરેટરની મુલાકાતમાં પોલ ખૂલી ગાજરાવાડીનો સંપ ખુલ્લો, પાણી દુર્ગંધયુક્ત

    10 hours ago

    પાલિકાની ચૂંટણીમાં જીતેલા સભ્યો અત્યારથી જ એક્શન મોડીમાં આવી ગયા છે. વોર્ડ 14ના ચૂંટાયેલા સભ્યે ગાજરાવાડી વિસ્તારની પાણીની ટાંકીની અચાનક મુલાકાત લેતા તંત્રની લાલિયાવાડી છતી થઈ છે. વોર્ડ 14માંથી ચૂંટાયેલા સભ્ય તીર્થ બ્રહ્મભટ્ટને ફરિયાદ મળી હતી કે, ગાજરાવાડી ટાંકીથી પાણી ગંદું આવી રહ્યું છે. જેથી તેઓએ ટાંકીની ઓચિંતી મુલાકાત લેતાં ત્યાંનાં દૃશ્યો જોઈ ચોંકી ગયા હતા. સંપની આજુબાજુ ગંદકીના ઢગ ખડકાયેલા હતા. ગંભીર બાબત એ હતી કે, જે સંપમાંથી હજારો નાગરિકોને પાણી પૂરું પડાય છે તે ખુલ્લી હાલતમાં હતો. પાણીમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. જો ખુલ્લા સંપમાં કોઈ કચરો કે પ્રાણી પડી જાય તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરાઈ હતી. તંત્રની લાલિયાવાડી સામે તીર્થ બ્રહ્મભટ્ટે રોષે ભરાઈને કહ્યું કે, લોકો ટેક્સ અને પાણી વેરો ચૂકવે છે. લોકોના આરોગ્ય સાથે આવી બેદરકારી ચલાવી લેવાશે નહીં. વિસ્તારમાં હવે કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી જનતાના પ્રશ્નોની આક્રમક રજૂઆતો થશે. આ જ રીતે ચૂંટાયા બાદ ભાજપના હિરેન સુખડિયા રોડ માટે અને અજય દેસાઈ વરસાદી ગટરનો પ્રશ્ન ઉકેલવા લોકો વચ્ચે પહોંચ્યા હતા. ભાજપના હિરેન સુખડિયા અને અજય રબારીએ રોડ-વરસાદી ગટરના પ્રશ્ન ઉઠાવ્યા
    Click here to Read More
    Previous Article
    વેધર રિપોર્ટ:50 કિમીના પવન ફૂંકાતાં ગરમી ઘટી, તાપમાન 39.8 ડિગ્રી થયું
    Next Article
    પુરુષ કે મહિલાની સ્પષ્ટતા ન હોવાથી નવું સમીકરણ:એસસી માટે અનામત મેયર પદમાં હવે મહિલા પણ રેસમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment