Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉજવણી:જગતમંદિરે રાજાધિરાજે ધારણ કર્યો નૃસિંહ અવતાર-શૃંગાર,જયઘોષ ગૂંજ્યો

    13 hours ago

    દેવભૂમિ દ્વારકાના પ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં વૈશાખ સુદ ચતુર્દશીના પાવન દિવસે ગુરુવારે નૃસિંહ જયંતિનો પાવન ઉત્સવ ભારે ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. આ અવસર પર ભગવાન દ્વારકાધીશજીને નૃસિંહ અવતારનો વિશેષ શૃંગાર ધારણ કરતા મંદિરમાં દિવ્ય અને આકર્ષક માહોલ સર્જાયો હતો. ગુરૂવારે દિવસ દરમિયાન નિયમિત દર્શન વ્યવસ્થા બાદ સાંજે 5.00 વાગ્યે શ્રીજીના ઉત્થાપન દર્શન યોજાયા હતા, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ત્યારબાદ સાંજે ૬ વાગ્યાથી 7.30 વાગ્યા સુધી મંદિર પરિસરમાં બંધ પડદે અભિષેક પૂજા વિધિવત રીતે સંપન્ન કરવામાં આવી હતી. આ પૂજામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની આરાધના કરવામાં આવી હતી. જયારે સાંજે 7.30 વાગ્યે નૃસિંહ જયંતિ ઉત્સવની મુખ્ય ઉજવણી સાથે સંધ્યા આરતી કરવામાં આવી હતી, જેમાં સ્થાનીક તેમજ બહારગામથી આવેલા હજારો ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને મંદિર પરિસર જયઘોષથી ગુંજી ઉઠ્યું હતુ.
    Click here to Read More
    Previous Article
    બાઇકની ચોરી:ઘોઘંબાના ચેલાવાડા ગામે દર્શાનાર્થીની બાઇકની ચોરી
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:માછીમારીની સિઝન 1 માસમાં પૂર્ણ થશે, વેરાવળ બંદરે 3500 બોટો લાંગરી દીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment