Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઇકની ચોરી:ઘોઘંબાના ચેલાવાડા ગામે દર્શાનાર્થીની બાઇકની ચોરી

    4 days ago

    ઠાસરા તાલુકાના જોરબંદ - કાલસર નિશાળ ફળિયામાં રહેતા ખેડૂત પુનમભાઈ ખાતુભાઈ તળપદાની બાઈક ચોરી થઈ જતા રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. મળતી માહિતી મુજબ પુનમભાઈ પોતાના દીકરા જયેશભાઈ સાથે 19 એપ્રિલના રોજ સાંજે પાવાગઢ ખાતે દર્શન કરવા ગયા હતા. તેમની સાથે કિરણભાઈ રમેશભાઈ તળપદા તથા ઉર્મિલાબેન અને તેમના બાળકો અલગ બાઈક પર આવ્યાં હતાં. દર્શન કર્યા બાદ તમામ લોકો ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે આવેલ બાબાદેવ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. અહીં પુનમભાઈએ પોતાની બાઈક મંદિર સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી. ફરસાણ કર્યા બાદ આશરે બપોરે 3 વાગ્યે પાછા ફરતાં તેઓએ જોયું કે તેમની બાઈક ત્યાંથી ગુમ થઈ ગઈ હતી. આસપાસ શોધખોળ કર્યા છતાં બાઈક મળી આવી નહોતી. આ બનાવ અંગે પુનમભાઈએ રાજગઢ પોલીસ મથકે અજાણ્યા બાઈક ચોર ઇસમ સામે ફરીયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ મથકે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ:મોરવા(હ)ના નાટાપુરમાં મહિલા સાથે મારામારી થઇ
    Next Article
    ઉજવણી:જગતમંદિરે રાજાધિરાજે ધારણ કર્યો નૃસિંહ અવતાર-શૃંગાર,જયઘોષ ગૂંજ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment