Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ મથકે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ:મોરવા(હ)ના નાટાપુરમાં મહિલા સાથે મારામારી થઇ

    20 hours ago

    મોરવા (હ) તાલુકાના નાટાપુર ગામમાં એક મહિલા સાથે મારામારી અને ધમકી આપવાની ઘટના સામે આવી છે. ફરીદા બેન ઈબ્રાહીમ રસુલ અલ્લીએ મોરવા હડફ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી જેમાં 25 એપ્રિલના રોજ સવારે તેમના ઘરની બાજુમાં રહેતી સરીફાબેન હુસેન બોદુએ તેમને તેમના પતિના તૂટેલા ચશ્મા અંગે જાણ કરી હતી. ત્યારબાદ ફરીદાબેન આ બાબતે પૂછપરછ કરવા પડોશમાં રહેતા શબ્બીર કયુમ બોદુ, કયુમ ઇબ્રાહીમ બોદુ અને ફરીદા યુનુશ શીવાના ઘરે ગયા હતા. આ દરમ્યાન આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ફરીદાબેનને અપશબ્દો બોલીને મારામારી કરવા લાગ્યા હતા. જેમાં ત્રણે ઈસમોએ મળીને તેમને ખેંચતાણ કરી ગડદાપાટુનો માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ફરીદાબેનએ શબ્બીર કયુમ બોદુ, કયુમ ઇબ્રાહીમ બોદુ અને ફરીદા યુનુશ શીવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોરવા હડફ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ અને ‘આપ’ના સૂપડા સાફ:જાંબુઘોડા તા.પં.માં બીજી ટર્મમાં પણ ભાજપે તમામ બેઠકો જીતી
    Next Article
    બાઇકની ચોરી:ઘોઘંબાના ચેલાવાડા ગામે દર્શાનાર્થીની બાઇકની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment