Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ અને ‘આપ’ના સૂપડા સાફ:જાંબુઘોડા તા.પં.માં બીજી ટર્મમાં પણ ભાજપે તમામ બેઠકો જીતી

    19 hours ago

    જાંબુઘોડા તાલુકા પંચાયતની 16 બેઠક પર ભાજપના તમામ ઉમેદવારો વિજયી બનતા જિલ્લા ભાજપ પ્રમુખના વિસ્તારમાં ભાજપ સતત બીજી ટર્મમાં વિપક્ષ વગરની સત્તા મેળવી છે. જાંબુઘોડામાં ભાજપનો દબબદો યથાવત રહેતા કોગ્રેસ અને આપના સૂપડા સાફ થયા છે. જાંબુઘોડા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. જાંબુઘોડા તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો અને જિલ્લા પંચાયતની 1 બેઠક પર ભાજપે ભવ્ય વિજય મેળવીને ક્લીન સ્વિપ કર્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખના વિસ્તારમાં ભાજપે સતત બીજી ટર્મમાં 16 બેઠકો જીતીને આપ અને કોગ્રેસના સુપડા સાફ થયા છે. જ્યારે જિલ્લા પંચાયતની ઓબીસી સ્ત્રી અનામત બેઠક પર ભાજપના ઉમેદવાર કવિતાબેન શંકરભાઈ બારીયાએ તોતિંગ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. જાંબુઘોડા તાલુકા પંચાયતમાં જિલ્લા ભાજપ પ્રમુખે ઉતારેલા 16 ભાજપના ઉમેદવારોને વિજયી બનાવતા જાંબુઘોડા તાલુકા પંચાયત ભાજપે પુન હસ્તક કરી છે. આ ઐતિહાસિક જીત બાદ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈએ તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ વિજયને વડાપ્રધાનના વિકાસ કાર્યો અને કાર્યકરોની મહેનતની જીત ગણાવી હતી. જાંબુઘોડામાં સતત બીજી ટર્મમાં કોગ્રેસ અને આપ પોતાનું ખાતું ખોલાવી શકયતા નથી. ત્યારે ભાજપે તાલુકા પંચાયતની સત્તા હાસિલ કરીને ભગવો લહેરાયો છે. જાંબુઘોડા તાલુકાની 16 બેઠક ભાજપે જીતી, વિપક્ષ વગરની સત્તા મેળવી
    Click here to Read More
    Previous Article
    'પ્રિ-મોન્સુન-2026’ની જિલ્લાની સમીક્ષા બેઠક યોજાઈ:પંચ.માં પ્રિ-મોન્સુન તૈયારીઓમાં કલેકટરનો 24 કલાક કટ્રોલ રૂમ કાર્યરત કરવા આદેશ
    Next Article
    પોલીસ મથકે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ:મોરવા(હ)ના નાટાપુરમાં મહિલા સાથે મારામારી થઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment