Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ગુજરાત ભાડા વિધેયક-2026નો વિરોધ યથાવત્:બાર એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર આપી વિધેયક રદ કરવા અને પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરી

    11 hours ago

    સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશને હિંમતનગરમાં ગુજરાત ભાડા વિધેયક-2026નો વિરોધ કર્યો છે. તેમણે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી વિધેયક રદ કરવા અને ગુજરાત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરી. સરકારે ભાડા વિધેયક-2026ના અમલ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ વિધેયક ભાડા અને કબજાના કેસો રેવન્યુ અદાલતને સોંપે છે. વકીલો આનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે પહેલા આવા કેસો સિવિલ કોર્ટમાં ચાલતા હતા. તેમને દિવાની અદાલતોની સત્તા ઘટવાનો ડર છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા 3 ઓક્ટોબર, 2026થી અચોક્કસ મુદતની હડતાળ પર રહેવા જણાવાયું છે. તેના પગલે સાબરકાંઠાના વકીલો પણ કામગીરીથી દૂર રહ્યા છે. જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર વી. શર્મા, ઉપપ્રમુખ દિલપેશ બી. પટેલ અને સચિવ હિરવ જે. જયસ્વાલ સહિતના હોદ્દેદારોએ આ રજૂઆત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ધારીના સરસીયા રેન્જમાં ઘાયલ સિંહનું મોત:વનવિભાગે રેસ્ક્યુ કરી આંબરડી સફારી પાર્ક ખસેડ્યો, સારવાર દરમિયાન થયું નિધન.
    Next Article
    Central Govt Big Relief for Cancer Patients |કેન્સરની દવાઓ દર્દીઓને સસ્તી મળશે | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment