Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:માછીમારીની સિઝન 1 માસમાં પૂર્ણ થશે, વેરાવળ બંદરે 3500 બોટો લાંગરી દીધી

    12 hours ago

    માછીમારીની સિઝનને હવે 1 માસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે વેરાવળ બંદરે લગભગ 5 હજારથી વધુ નાની મોટી બોટો છે જે પૈકી હાલ 1500 જેટલી બોટો દરિયો ખેડી રહી છે જ્યારે 3500 જેટલી બોટો કાઠે લાંગરી દેવામાં આવી છે.હજુ પણ એક માસ જેટલો સમય હોવા છતાં માછીમારોના ખર્ચ ન નીકળતા હાલ મોટા ભાગની બોટો લાંગરી દેવામાં આવી હોવાનું માછીમાર આગેવાનોએ જણાવ્યું હતું. વેરાવળમાં ખારવા સમાજનાં લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે ત્યારે તેમનો મોટો ભાગનો વ્યવસાય માછીમારી છે અને વેરાવળ બંદરે લગભગ નાની મોટી થઈને 5 હજાર જેટલી ફિશીંગ બોટો છે.ત્યારે હાલ માછીમારીની સિઝનને બરાબર એક મહિના જેટલો સમય બાકી છે તેમ છતાં લગભગ 70 ટકા એટલે કે 3500 જેટલી બોટો લાંગરી દેવામાં આવી છે. સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આમ તો માછીમારીની સિઝનને 1 મહિના જેટલો સમય બાકી છે પરંતુ હાલ ઉનાળામાં જે ફિશીંગ થવી જોઈએ તેટલી થતી નથી એટલે ખર્ચ કાઢવો મુશ્કેલ બની જતો હોવાથી લગભગ 3500 જેટલી બોટો પહેલેથી જ લાંગરી દેવામાં આવી છે.જ્યારે બાકી રહેલ 1500 જેટલી બોટો હાલ ફિશિંગમાં છે તે પણ ધીમે ધીમે મેં માસના અંત સુધી કાઠે લાંગરી દેવામાં આવશે. નોંધનીય છે કે,જૂનથી લઈ ઓગસ્ટ માસ સુધી 3 માસ માછીમારીની સિઝન બંધ રહેતી હોવાથી માછીમારો બેરોજગાર રહેતા હોય ત્યારે અન્ય રાજ્યોની જેમ ગુજરાતના માછીમારોને પણ બેરોજગારી ભથ્થું આપવામાં આવે તેવી માછીમારો માંગ કરી રહ્યા છે. માછીમારોની સિઝનની શરૂઆત સારી પરંતુ અંતમાં નબળી રહી આ વર્ષે માછીમારીની સિઝન કેવી રહી તે અંગે વાતચીત કરતા તુલસીભાઈએ જણાવ્યું હતું કે શરૂઆતમાં સિઝન સારી હતી પરંતુ અંતમાં થોડીક નબળી રહી હતી.શિયાળા બાદ જે માછલીની આવક થવી જોઈએ તેટલા પ્રમાણમાં જોવા મળી ન હતી પરંતુ એકંદરે પાછલા વર્ષોથી સિઝન સારી રહી હતી.
    Click here to Read More
    Previous Article
    ઉજવણી:જગતમંદિરે રાજાધિરાજે ધારણ કર્યો નૃસિંહ અવતાર-શૃંગાર,જયઘોષ ગૂંજ્યો
    Next Article
    માથામાં છરી અને લોખંડના પાઇપથી હુમલો:કોબ ગામે ખૂનની કોશિષ, 24 કલાકમાં 2 આરોપી ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment