Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માથામાં છરી અને લોખંડના પાઇપથી હુમલો:કોબ ગામે ખૂનની કોશિષ, 24 કલાકમાં 2 આરોપી ઝબ્બે

    11 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના કોબ ગામે બનેલા ખૂનની કોશિશના ગુનામાં નવાબંદર મરીન પોલીસે ગણતરીના કલાકોમાં 2 મુખ્ય આરોપીઓને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો છે. આરોપીઓએ ફરિયાદીના પુત્ર પર છરી અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગત તા. 28/એપ્રિલના કોબ ગામે રહેતા બાનુબેન સલીમભાઈ શેખના પતિ પોતાની દુકાન આગળ ઊભા હતા. તે દરમિયાન આરોપી હાર્દિક, અક્ષય અને હરેશ મોટરસાયકલ લઈને નીકળ્યા અને ફરિયાદીના પતિને ભૂંડી ગાળો ભાંડીને જતા રહ્યા હતા. આ બાબતે સાહેદ સલીમભાઈ ઠપકો આપવા ગયા હતા. વાતનું મનદુઃખ રાખીને ચોથા આરોપીએ સાહેદને ફોન પર ગાળો આપી હતી. બાદમાં આરોપી હાર્દિક, અક્ષય અને હરેશ હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપી હાર્દિકે ફરિયાદીના દીકરાને જાનથી મારી નાખવાના ઇરાદે માથાના ભાગે છરી મારી હતી. આરોપી અક્ષયે લોખંડના પાઇપ વડે કપાળના ભાગે હુમલો કર્યો હતો. જ્યારે આરોપી હરેશે ફરિયાદીના દીકરાને પકડી રાખી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે બાનુબેન સલીમભાઈ શેખે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જૂનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, ગીર સોમનાથ એસ.પી. જયદિપસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીએ શરીર સંબંધી ગુના આચરતા ઈસમોને તાત્કાલિક પકડી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.એસ.પી. જયદિપ સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નવાબંદર મરીન પી. આઈ. જે.જે. પરમારની રાહબરીમાં પી.એસ.આઈ. એમ.એ. રાઠોડ અને સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી માહિતી એકત્ર કરીને સર્વેલન્સ સ્ટાફ તથા ચીખલી ઓ.પી. બીટના ઇન્ચાર્જે ખાનગી બાતમીદારોની મદદથી કોબ ગામેથી બે આરોપીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ હાર્દિકભાઈ ઉર્ફે હાદો ભરત ભાઈ બારૈયા ઉ.વ. 22, રહે. કોબ અક્ષયભાઈ મેણસી ભાઈ બાંભણીયા, ઉ.વ. 23, રહે. કોબ બંને આરોપી ઓ રીઢા ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:માછીમારીની સિઝન 1 માસમાં પૂર્ણ થશે, વેરાવળ બંદરે 3500 બોટો લાંગરી દીધી
    Next Article
    સોમનાથ સ્વાભિમાન પર્વ:આજે દિલ્હીથી સ્પેશ્યલ ટ્રેન વેરાવળ પહોંચશે, 1480 ભાવિકો સોમનાથ દાદાનાં દર્શન કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment