Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ સ્વાભિમાન પર્વ:આજે દિલ્હીથી સ્પેશ્યલ ટ્રેન વેરાવળ પહોંચશે, 1480 ભાવિકો સોમનાથ દાદાનાં દર્શન કરશે

    10 hours ago

    પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર આક્રમણકારીઓએ આક્રમણ કર્યું હતું તેને 1 હજાર વર્ષ પૂર્ણ થયા છે અને આજે પણ આસ્થાનું પ્રતિક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અડીખમ ઊભું છે ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ દિલ્હી 1480 શ્રદ્ધાળુઓ વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવશે.પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે આજરોજ દિલ્હીથી 1480 યાત્રિકો સાથેની સ્પેશ્યલ ટ્રેન વેરાવળ આવી પહોંચશે. રાજ્ય સરકાર દ્વારા યાત્રિકો માટે 30 બસની વિશેષ સુવિધા કરવામાં આવી છે તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા તેમના રહેવા અને જમવાની પણ સુવિધાઓ કરવામાં આવી છે.તમામ યાત્રિકો સોમનાથ મંદિર તેમજ તેની આસપાસના મંદિરો અને આપણી સાંસ્કૃતિક ધરોહર વિશેની માહિતી મેળવશે.ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળશે. અત્રે નોંધનીય છે કે, સ્વાભિમાન પર્વની ઉજવણીને લઈ ભાવિકો સોમનાથ આવી રહ્યા છે ત્યારે જ વધુ એક સ્પેશ્યલ ટ્રેન વેરાવળ પહોંચશે અને ભાવિકો દર્શન કરશે.
    Click here to Read More
    Previous Article
    માથામાં છરી અને લોખંડના પાઇપથી હુમલો:કોબ ગામે ખૂનની કોશિષ, 24 કલાકમાં 2 આરોપી ઝબ્બે
    Next Article
    કલેકટરની બેઠક:ગીર સોમનાથ જિલ્લામાં પ્રિમોન્સૂનની કામગીરી શરૂ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment