Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેકટરની બેઠક:ગીર સોમનાથ જિલ્લામાં પ્રિમોન્સૂનની કામગીરી શરૂ થશે

    9 hours ago

    ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને પ્રિ- મોન્સૂન તૈયારી અંગેની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસાની ઋતુમાં નાગરિકોને અગવડતા ન પડે તે માટે અગમચેતીના પગલા ભરી જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તેમજ લોકોની આરોગ્ય સુખાકારી જળવાય તે માટે આગોતરુ આયોજન કરવા માટે કલેક્ટરએ જરુરી માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય વિભાગ, નેશનલ હાઈવે, નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવવા માટે જરૂરી સૂચનાઓ આપી અને પ્રિ-મોન્સૂન અંગેની કામગીરી સુવ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે કલેક્ટરએ ઉપસ્થિત અધિકારીને માર્ગદર્શિત કર્યા હતાં. અતિવૃષ્ટિની સ્થિતિમાં બોટ, જનરેટર, ફ્લડ લાઈટ્સ, કટર સહિતના સાધનો ચાલુ કન્ડિશનમાં હોય તેની ચકાસણી કરવા અને કંટ્રોલ રૂમની હેલ્પલાઈનમાં ત્વરિત જવાબ દેવા સહિત વોટર ડ્રેનેજ લાઈન ક્લિન કરવા, રેઈનગેજ, ભયજનક વૃક્ષોનું કટીંગ, દવા-ઈન્જેક્શન સહિત કલોરીનેશનનો સ્ટોક તૈયાર રાખવા તેમજ જ્યારે પણ ઉપરવાસમાં ભારે વરસાદ થાય અને ડેમના દરવાજા ખોલવાની સ્થિતિ સમયે અગાઉથી એલર્ટ કરવાની વ્યવસ્થા, આશ્રયસ્થાનોની સ્થિતિ સહિત વિવિધ પાસાઓ અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ સ્વાભિમાન પર્વ:આજે દિલ્હીથી સ્પેશ્યલ ટ્રેન વેરાવળ પહોંચશે, 1480 ભાવિકો સોમનાથ દાદાનાં દર્શન કરશે
    Next Article
    US-Israel-Iran Ceasefire Highlights: Trump Floats New Plan Aimed At Creating Maritime Alliance To Reopen Strait Of Hormuz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment